<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

હુમલો પાકિસ્‍તાન પર થયો અને પરસેવો બાંગ્‍લાદેશને છૂટી ગયોઃ ધડાકા-ભડાકા જોઈ સૂરસૂરિયું થઈ ગયું

ભારતની એક્‍શન બાદ હવે બાંગ્‍લાદેશના સૂર બદલાઈ ગયાઃ ‘ક્ષેત્રિય શાંતિ, સમળદ્ધિ અને સ્‍થિરતાની ભાવના સાથે બાંગ્‍લાદેશને આશા છે

ઢાકા,તા.૦૮: ભારત અને પાકિસ્‍તાનની વચ્‍ચે તણાવ ઓપરેશન સિંદૂર બાદ ચરમ પર છે. ભારતે ફરી પાકિસ્‍તાનને ઘરમાં ઘૂસીને ધોઈ નાખ્‍યું છે. આ દરમ્‍યાન એક નિવેદન ભારતના પૂર્વી પાડોશી બાંગ્‍લાદેશ તરફથી આવ્‍યું છે. થોડા દિવસ પહેલા બાંગ્‍લાદેશના આર્મી પૂર્વ ચીફ અને વચગાળાની સરકારના ચીફ મોહમ્‍મદ યૂનુસના ખાસ રહેલા એક જનરલ તરફથી કહેવાયું હતું કે, જો ભારતે પાકિસ્‍તાન પર હુમલો કર્યો તો બાંગ્‍લાદેશ શહબાઝ શરીફના દેશ સાથે ખભેખભો મિલાવીને લડશે. કહેવાયું છે આવી સ્‍થિતિમાં ચીન સાથે મળીને બાંગ્‍લાદેશ ભારતના નોર્થ ઈસ્‍ટ પર કબજો કરી લેશે. ભારતની એક્‍શન બાદ હવે બાંગ્‍લાદેશના સૂર બદલાઈ ગયા છે.

બાંગ્‍લાદેશે ભારત અને પાકિસ્‍તાનની વચ્‍ચે વધતા સંઘર્ષને લઈને બુધવારે ઊંડી ચિંતા વ્‍યક્‍ત કરી અને બંને પાડોશીઓને ધૈર્ય રાખવા અને આવી કાર્યવાહીથી બચવાનો આગ્રહ કર્યો, જેનાથી ક્ષેત્રમાં સ્‍થિતિ વધારે ખરાબ ન થાય. વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવાયું છે કે, બાંગ્‍લાદેશ બંને પાડોશી દેશોના ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને આશા છે કે ક્ષેત્રના લોકોની ભલાઈ માટે તણાવ દૂર કરી લેવામાં આવશે.

નિવેદનમાં કહેવાયું છે કે, ક્ષેત્રિય શાંતિ, સમળદ્ધિ અને સ્‍થિરતાની ભાવના સાથે બાંગ્‍લાદેશને આશા છે કે, કૂટનીતિક પ્રયાસો દ્વારા તણાવ કમ કરવામાં આવશે અને અંતતઃ ક્ષેત્રના લોકોની ભલાઈ માટે શાંતિ જળવાશે. તેમાં બંને દેશોને શાંત રહેવા, ધૈર્ય રાખવા અને એવું કોઈ પણ પગલું ન ભરવા આગ્રહ કર્યો છે, જેનાથી સ્‍થિતિ વધારે બગડી શકે છે.

ઓપરેશન સિંદૂર દરમ્‍યાન કુલ ૨૬ આતંકી માર્યા ગયા, જ્‍યારે ૪૬ અન્‍ય ઘાયલ થયા. આ જાણકારી પાકિસ્‍તાન પીએમ શહબાઝ શરીફ તરફથી રાષ્‍ટ્રના નામે સંબોધન દરમ્‍યાન આપવામાં આવી. પાકિસ્‍તાન આર્મી ચીફનું કહેવું છે કે, તેઓ આ હુમલાનો બદલો જરૂરથી લેશે. ભારતીય આર્મી હોય કે એનએસએ અજીત ડોભાલે પહેલા જ સ્‍પષ્ટ કરી દીધું છે કે, પાકિસ્‍તાન તરફથી કોઈ રિએક્‍શન આવ્‍યું તો આસિફ મુનીરની આર્મીને બરાબરનો જવાબ મળશે.

(10:05 AM IST)