<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

પાકિસ્‍તાનની હવાઈ ક્ષેત્ર બંધ કરવાની જાહેરાતઃ લાહોર અને ઇસ્‍લામાબાદની ફ્‌લાઇટ્‍સ રદ કરી

પાકિસ્‍તાન સરકારે લાહોર અને ઇસ્‍લામાબાદ એરપોર્ટ પર કોમર્શિયલ ફ્‌લાઇટ્‍સ માટે પોતાનું એરસ્‍પેસ બંધ કરી દીધું

નવી દિલ્‍હી,તા.૦૮: પાકિસ્‍તાન સરકારે લાહોર અને ઇસ્‍લામાબાદ એરપોર્ટ પર તમામ કોમર્શિયલ ફ્‌લાઇટ્‍સ માટે પોતાનું એરસ્‍પેસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. પાકિસ્‍તાન એરપોર્ટ ઓથોરિટીએ એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે લાહોર અને ઇસ્‍લામાબાદ એરપોર્ટ પરની તમામ કોમર્શિયલ ફ્‌લાઇટ્‍સ માટે દેશનું હવાઈ ક્ષેત્ર બંધ છે.

જોકે, કરાચી એરપોર્ટ બંધ કરવામાં આવ્‍યું નથી, અને અહીંથી ફ્‌લાઇટ્‍સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. પાકિસ્‍તાન અને પાકિસ્‍તાન અધિકળત જમ્‍મુ અને કાશ્‍મીરમાં આતંકવાદી છાવણીઓ પર ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા પછી તરત જ, પાકિસ્‍તાન સરકારે ૪૮ કલાક માટે હવાઈ ક્ષેત્ર બંધ કરવાની જાહેરાત કરી હતી.

પાકિસ્‍તાન એરપોર્ટ  ઓથોરિટીએ આંતરરાષ્‍ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનમાં ભારતની કાર્યવાહીને અવિચારી અને ઉશ્‍કેરણીજનક ગણાવી અને કહ્યું કે તે નાગરિક ઉડ્ડયન માટે ગંભીર જોખમ છે. ઉદાહરણ તરીકે, આ ઘટનાઓને કારણે, પાકિસ્‍તાને ૪૮ કલાક માટે તમામ હવાઈ ટ્રાફિક માટે તેના હવાઈ ક્ષેત્રને બંધ કરવાની જાહેરાત કરી હતી

ભારતીય સશષા દળોએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્‍તાન અને પાકિસ્‍તાન અધિકળત કાશ્‍મીરમાં નવ આતંકવાદી લોન્‍ચ પેડ પર મિસાઇલ હુમલા કર્યા. આ મિશન આતંકવાદી તત્‍વો સામે કરવામાં આવેલી લશ્‍કરી કાર્યવાહીનો એક ભાગ હતો.(

(10:27 AM IST)