તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
ચારધામ યાત્રાઃ ગંગોત્રી પાસે હેલિકોપ્ટર ક્રેશ, ૫ શ્રદ્ધાળુઓના મોત
હેલિકોપ્ટર એક ખાનગી કંપનીનું હતું: બે મુસાફરો ઘાયલ

દેહરાદૂન,તા.૦૮: ચારધામ યાત્રા વચ્ચે ઉત્તરકાશી જિલ્લામાં ગુરુવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે સાત સીટર હેલિકોપ્ટર ગંગોત્રી નજીક ક્રેશ થયું છે. પોલીસ અને વહીવટીતંત્રની સાથે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ટીમ બચાવ કામગીરી કરી રહી છે.
પોલીસ, આર્મી ફોર્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ QRT, ટીમ ૧૦૮ એમ્બ્યુલન્સ વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તહસીલદાર ભટવાડી, બીડીઓ ભટવાડી અને રેવન્યુ ટીમને પણ સ્થળ પર મોકલવામાં આવી છે. ગંગાણીની આગળ નાગ મંદિર નીચે ભાગીરથી નદી પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું છે.
આ હેલિકોપ્ટર ખાનગી કંપની એરો ટ્રિંકનું હતું અને તેમાં સાત લોકો સવાર હતા. આ અકસ્માતમાં બે મુસાફરો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન ખરાબ છે. હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. ચારધામ યાત્રાના રૂટ પર ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે કરા પણ પડ્યા છે.(૪૦.૧૫)
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
