<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

પાકિસ્‍તાને આખી રાત LoC પર ગોળીબાર કર્યોઃ ભારતીય સેનાનો એક જવાન શહીદ

ઓપરેશન સિંદૂરથી ગુસ્‍સે ભરાયેલી પાકિસ્‍તાની સેના મંગળવાર રાતથી જમ્‍મુ અને કાશ્‍મીરના પૂંછ અને તંગધાર વિસ્‍તારોમાં નિયંત્રણ રેખા (LoC) નજીક આવેલા ગામોને નિશાન બનાવીને ભારે ગોળીબાર કરી રહી છે

નવી દિલ્‍હી તા.૮: ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરથી ગુસ્‍સે ભરાયેલી પાકિસ્‍તાની સેના મંગળવાર રાતથી જમ્‍મુ અને કાશ્‍મીરના પૂંછ અને તંગધાર વિસ્‍તારોમાં નિયંત્રણ રેખા (LoC) નજીક આવેલા ગામોને નિશાન બનાવીને ભારે ગોળીબાર કરી રહી છે. આ ગોળીબારમાં અત્‍યાર સુધીમાં ચાર બાળકો સહિત ૧૫ લોકોના મોત થયા છે, જ્‍યારે ૪૩ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે ભારતના ઓપરેશન સિંદૂર પછી ગોળીબાર થયો હતો.

અધિકારીઓએ જણાવ્‍યું હતું કે પૂંચ જિલ્લો ગોળીબારથી સૌથી વધુ પ્રભાવિત થયો હતો. પાકિસ્‍તાની સેનાએ નિયંત્રણ રેખા નજીક એક ગુરુદ્વારા સાહિબને પણ નિશાન બનાવ્‍યું. આ હુમલામાં અમરજીત સિંહ, રણજીત સિંહ અને રૂબી કૌર, જેમાં અમરીક સિંહ (ગુરુદ્વારામાં રાગ્‍ગી ભાઈ)નો પણ સમાવેશ થાય છે, માર્યા ગયા હતા. આ સાથે બીજા ઘણા લોકો પણ મળત્‍યુ પામ્‍યા. ગોળીબારથી લોકોમાં ગભરાટ ફેલાયો છે અને તેમને ભૂગર્ભ બંકરોમાં આશ્રય લેવાની અથવા ગામડાઓમાં સુરક્ષિત સ્‍થળોએ જવાની ફરજ પડી છે. પૂંછમાં નિયંત્રણ રેખા નજીક બાલાકોટ, મેંધાર, માનકોટ, કળષ્‍ણા ઘાટી, ગુલપુર, કેર્ની વિસ્‍તારોમાં ગોળીબાર કરવામાં આવ્‍યો છે. ગોળીબારને કારણે ઘણા ઘરો અને વાહનોને પણ નુકસાન થયું હતું.

યુવાન શહીદ થયો

ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કરીને લખ્‍યું, ઞ્‍બ્‍ઘ્‍ અને વ્‍હાઇટ નાઈટ કોર્પ્‍સના તમામ રેન્‍ક ૫ એફડી રેજિમેન્‍ટના એલ/એનકે દિનેશ કુમારના સર્વોચ્‍ચ બલિદાનને સલામ કરે છે, જેઓ ૦૭ મેના રોજ પાકિસ્‍તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબાર દરમિયાન શહીદ થયા હતા.

દરમિયાન, બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્‍ટરમાં સરહદ પારથી થયેલા ગોળીબારમાં પાંચ સગીર બાળકો સહિત ૧૦ લોકો ઘાયલ થયા હતા, જ્‍યારે રાજૌરી જિલ્લામાં ત્રણ અન્‍ય લોકો ઘાયલ થયા હતા. કુપવાડા જિલ્લાના કરનાહ સેક્‍ટરમાં ગોળીબારને કારણે અનેક ઘરોમાં આગ લાગી ગઈ. સરહદ પારથી ગોળીબાર બપોર સુધી તીવ્ર રહ્યો અને ત્‍યારબાદ પણ સમયાંતરે ચાલુ રહ્યો. આ ગોળીબાર મુખ્‍યત્‍વે પૂંછ સેક્‍ટર પૂરતો મર્યાદિત હતો.

ભારતીય સેના આપી રહી છે જવાબ

ભારતીય સેના ગોળીબારનો યોગ્‍ય જવાબ આપી રહી છે. એવું કહેવાય છે કે બદલામાં ભારતીય સૈનિકોએ દુશ્‍મન સેનાની ઘણી ચોકીઓનો નાશ કર્યો અને તેમને ભારે નુકસાન પહોંચાડ્‍યું. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે જમ્‍મુ ક્ષેત્રના પાંચ સરહદી જિલ્લાઓમાં બુધવારે તમામ શૈક્ષણિક સંસ્‍થાઓ બંધ રહેશે.

(11:26 AM IST)