<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

ભારતના મિસાઇલ હુમલામાં જૈશ અને લશ્‍કરના ઠેકાણા જમીનદોસ્‍ત

હવે સેટેલાઇટ છબીઓએ ભારતના હુમલાથી થયેલા વિનાશનું દ્રશ્‍ય જાહેર કર્યુ ભારતે મિસાઇલ હુમલો કર્યો અને પાકિસ્‍તાન અને પીઓકેમાં લશ્‍કર અને જૈશના નવ આતંકવાદી ઠેકાણાઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા

ઈસ્‍લામાબાદ તા.૮: બુધવારે સવારે ૧.૦૫ વાગ્‍યે થયેલા પહેલગામ હુમલાના જવાબમાં ભારતે પાકિસ્‍તાન અને ભ્‍ંધ્‍ની અંદર મોટી લશ્‍કરી કાર્યવાહી શરૂ કરી. આ સુનિયોજિત અને સચોટ હુમલામાં, ભારતીય દળોએ પાકિસ્‍તાન સમર્થિત લશ્‍કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્‍મદના ૯ આતંકવાદી લોન્‍ચપેડનો નાશ કર્યો. આ આતંકવાદી છાવણીઓનો ઉપયોગ ભારતમાં હુમલા કરવા માટે કરવામાં આવ્‍યો છે. ભારતે આ આતંકવાદી ઠેકાણાઓ પર સ્‍કેલ્‍પ મિસાઇલો અને હેમર ગાઇડેડ બોમ્‍બથી હુમલો કરીને તબાહી મચાવી છે. હવે સેટેલાઇટ છબીઓએ પાકિસ્‍તાનમાં વિનાશનું દ્રશ્‍ય દર્શાવ્‍યું છે.

લશ્‍કર અને જૈશના લોન્‍ચપેડનો નાશ કરાયો

ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે બહાવલપુર, મુરીદકે સહિત ૯ સ્‍થળોએ હુમલો કરીને લશ્‍કર અને જૈશના આતંકવાદી લોન્‍ચપેડનો નાશ કર્યો હતો. મેક્‍સાર ટેકનોલોજીએ આ સ્‍થળોની સેટેલાઇટ છબીઓ બહાર પાડી છે, જેમાં ભારતના હુમલા પહેલા અને પછીનું દ્રશ્‍ય દર્શાવવામાં આવ્‍યું છે.

ભારતનો પાકિસ્‍તાન પર મિસાઇલ હુમલો

મેક્‍સાર ટેકનોલોજી દ્વારા બહાર પાડવામાં આવેલી બહાવલપુરની સેટેલાઇટ છબીમાં જામિયા મસ્‍જિદને થયેલ નુકસાન સ્‍પષ્ટપણે દેખાય છે. પહેલા ચિત્રમાં મસ્‍જિદનો ગુંબજ અકબંધ દેખાય છે, જ્‍યારે બીજા ચિત્રમાં તે ક્ષતિગ્રસ્‍ત છે. હુમલા બાદ મસ્‍જિદથી થોડે દૂર બનેલ એક માળખું સંપૂર્ણપણે નાશ પામ્‍યું હતું. આ સાથે મુરીડકે પર થયેલા હુમલાની સેટેલાઇટ તસવીરો પણ સામે આવી છે. આમાં પણ આતંકવાદી માળખાને ભારે નુકસાન દેખાય છે. હુમલા બાદ એક ઊંચી ઇમારત સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે.

પાકિસ્‍તાની સેનાએ પણ ભારતીય હુમલાથી થયેલા નુકસાનનો સ્‍વીકાર કર્યો છે. પાકિસ્‍તાની સેનાના પ્રવક્‍તા લેફ્‌ટનન્‍ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્‍યું હતું કે મધ્‍યરાત્રિ પછી પંજાબ -ાંત અને પાકિસ્‍તાન અધિકળત કાશ્‍મીર (PoK) ના શહેરો પર નિયંત્રણ રેખા પારથી થયેલા મિસાઇલ હુમલા અને ગોળીબારમાં ૩૧ લોકો માર્યા ગયા અને ૫૭ અન્‍ય ઘાયલ થયા. બહાવલપુરમાં સંગઠનના મુખ્‍યાલય પર થયેલા હુમલામાં જૈશ-એ-મોહમ્‍મદના વડા મૌલાના મસૂદ અઝહરના પરિવારના દસ સભ્‍યો અને ચાર નજીકના સહયોગીઓ માર્યા ગયા હતા.

વડા પ્રધાન શાહબાઝ શરીફે રાષ્‍ટ્રીય સુરક્ષા પરિષદ (NSC) ની બેઠકની અધ્‍યક્ષતા કરી, જેમાં કેબિનેટ મંત્રીઓ, મુખ્‍યમંત્રીઓ, તમામ સેવા વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી. NSC ના એક નિવેદનમાં ચેતવણી આપવામાં આવી છે કે યુએન ચાર્ટરની કલમ ૫૧ મુજબ, પાકિસ્‍તાનને ભારતીય હુમલાઓમાં નિર્દોષ પાકિસ્‍તાની લોકોના મોતનો બદલો લેવા માટે પોતાની પસંદગીના સમયે, સ્‍થળ અને રીતેૅ સ્‍વ-બચાવમાં જવાબ આપવાનો અધિકાર છે.ૅપાકિસ્‍તાન સશષા દળોને આ સંદર્ભમાં યોગ્‍ય કાર્યવાહી કરવા માટે અધિકળત કરવામાં આવ્‍યા છે,NSC ના નિવેદનમાં જણાવાયું છે.

(11:40 AM IST)