<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

ઉત્તરાખંડ પોલીસ હાઈ એલર્ટ પર : નેપાળ સરહદ પર સુરક્ષા વધારી

ધાર્મિક સ્થળો, સંવેદનશીલ ઇમારતો અને રાજ્યની સરહદો જેવા મહત્વપૂર્ણ સ્થળોએ કડક દેખરેખ

ઉત્તરાખંડ પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે અને નેપાળ સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ વડા દીપમ સેઠે જણાવ્યું હતું કે ભારતીય સેનાના 'ઓપરેશન સિંદૂર'ને કારણે તમામ પોલીસ ટીમો હાઇ એલર્ટ પર છે. ધાર્મિક સ્થળો, સંવેદનશીલ ઇમારતો અને રાજ્યની સરહદો જેવા મહત્વપૂર્ણ સ્થળોએ કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. પોલીસ ઘણા વિસ્તારોમાં લોકોના દસ્તાવેજો અને ઓળખપત્રોની પણ તપાસ કરી રહી છે. 

  તેમણે કહ્યું કે ચારધામ યાત્રા માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય પોલીસ, પીએસી, એસડીઆરએફ, એટીએસ ગુલદૌર અને કેન્દ્રીય દળોની ટીમો મહત્વપૂર્ણ સ્થળોએ તૈનાત કરવામાં આવી છે. ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા કડક કરવામાં આવી છે. કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે પોલીસ અને SSB સંયુક્ત પેટ્રોલિંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ કડક નજર રાખવામાં આવી રહી છે. પોલીસે લોકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ સાવધાની સાથે કરવા સૂચના આપી છે.

(4:11 PM IST)