તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
પંજાબમાં પાકિસ્તાનનું કાવતરું નિષ્ફળ: અમૃતસરમાં 3 ગામોને નિશાન બનાવ્યા : સમયસર કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી (ન્યૂઝફર્સ્ટ)
અમૃતસરના ત્રણ ગામોને મિસાઇલથી નિશાન બનાવવામાં આવ્યા : વિસ્ફોટ થાય તે પહેલાં જ મિસાઈલ નિષ્ક્રિય કરી દેવામાં આવી

ન્યૂઝફર્સ્ટ : પાકિસ્તાન દ્વારા પંજાબને અસ્થિર કરવાના પ્રયાસના ભાગરૂપે આજે અમૃતસરના ત્રણ ગામોને મિસાઇલથી નિશાન બનાવવામાં આવ્યા હતા. જો કે, સદનસીબે આ મિસાઇલોને વિસ્ફોટ થાય તે પહેલાં જ નિષ્ક્રિય કરી દેવામાં આવી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમૃતસરના ત્રણ ગામોમાં માત્ર સાત મિનિટના ગાળામાં છ જેટલા વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પંજાબ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને પરિસ્થિતિની ગંભીરતાને જોતા સેનાને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. સેના અને પોલીસની સંયુક્ત ટીમે ઝડપી કાર્યવાહી કરીને તમામ મિસાઇલોને ડિફ્યુઝ કરી દીધી હતી.
હાલમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સમગ્ર વિસ્તારમાં તપાસ કરી રહી છે અને આ ઘટના પાછળ કોનો હાથ છે તે શોધવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. આ ઘટનાને પગલે સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
