<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

કરાચીના શરાફી ગોઠ પાસે ધડાકા સંભળાયા : ભારતીય ડ્રોન લાહોર અને કરાચી પહોંચ્યાના ન્યૂઝફર્સ્ટ નાં અહેવાલ

ઘટનાઓ અંગે ભારત સરકાર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી

 

 

ન્યૂઝફર્સ્ટ : પાકિસ્તાની મીડિયાના અહેવાલ અનુસાર, કરાચીના શરાફી ગોઠ વિસ્તાર નજીક અનેક ધડાકાના અવાજો સંભળાયા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
દરમિયાન, કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ડ્રોન લાહોર અને કરાચી સુધી પહોંચી ગયા છે. જો કે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ હજી સુધી થઈ નથી.
આ ઘટનાઓ અંગે ભારત સરકાર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, જેના કારણે અનેક તર્કવિતર્કો સર્જાઈ રહ્યા છે. પાકિસ્તાની મીડિયામાં આ ઘટનાને લઈને જુદા જુદા અહેવાલો પ્રસારિત થઈ રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પરિસ્થિતિ તંગ છે અને લોકો સત્તાવાર માહિતીની રાહ જોઈ રહ્યા છે.

 

(12:57 PM IST)