<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

જમ્મુ અને કાશ્મીરમાં ભૂસ્ખલનને કારણે ચંબા સેરી, રામબન રોડ બંધ :અનેક વાહનો ફસાયા

જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંને બાજુથી વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયા :મુસાફરોને NH-44 પર મુસાફરી ન કરવાની સલાહ

જમ્મુ અને કાશ્મીરમાં ભૂસ્ખલનને કારણે ચંબા સેરી, રામબન રોડ બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે ઘણા વાહનો રસ્તાની વચ્ચે ફસાઈ ગયા છે. ભૂસ્ખલનને કારણે, જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંને બાજુથી વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીર ટ્રાફિક પોલીસે ગુરુવારે સવારે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી, અને કહ્યું કે જયા સુધી હવામાન સુધરવા અને રસ્તો સાફ ન થાય ત્યાં સુધી મુસાફરોને NH-44 પર મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.

IMDએ 9 મે થી 12 મે સુધી જમ્મુ અને કાશ્મીર માટે યલો એલર્ટ જારી કર્યું છે. ત્યારે રાજ્યમાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગાણાના ભાગો. આંધ્રપ્રદેશ અને છત્તીસગઢમાં પણ 11 મે સુધી વરસાદની શક્યતા છે. 10 અને 11 મેના રોજ પંજાબ અને હરિયાણામાં વરસાદ પડી શકે છે.

7 મેના રોજ, IMD એ આગાહી કરી હતી કે પૂર્વ ભારતમાં આગામી 3 દિવસ સુધી તાપમાનમાં લગભગ 3 થી 5 ડિગ્રીનો વધારો થશે. જ્યારે, આગામી 7 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાનમાં સમાન વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત, હિમાચલ પ્રદેશના શિમલામાં મંગળવારે બપોરે ફરી વરસાદ પડ્યો.

IMD 8 મે સુધી મેદાની અને મધ્ય-પહાડી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે ઊંચા વિસ્તારોમાં બરફવર્ષા થવાની સંભાવના છે. આ હવામાન પ્રવૃત્તિઓ આગામી 4 થી 5 દિવસ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. રાત્રિ દરમિયાન વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે, ખાસ કરીને ચંબા, કાંગડા, ઉના, બિલાસપુર અને હમીરપુર જિલ્લામાં. શિમલા, કુલ્લુ, મંડી, સોલન, સિરમૌર અને કાંગડામાં છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની શક્યતા છે.

IMD ના ડેટા અનુસાર, મે મહિનામાં અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં સામાન્ય કરતાં 22% વધુ વરસાદ પડ્યો છે. જોકે, કુલ્લુ અને લાહૌલ-સ્પિતિ સહિત કેટલાક જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ પડ્યો છે, જ્યારે 6 જિલ્લાઓમાં સામાન્યથી વધુ વરસાદ નોંધાયો છે અને બાકીના જિલ્લાઓ સરેરાશની નજીક છે.

(1:06 PM IST)