<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

ભારત ક્યારેય ઉશ્કેરતું નથી, પરંતુ ભારત ક્યારેય ભૂલતું પણ નથી : શાહિદ કપૂરે કેપ્શન ડિલીટ કર્યું

આ સાથે તેણે ત્રિરંગાનું ઇમોજી બનાવ્યું અને #OperationSindoor હેશટેગ લખ્યું. શાહિદે પોસ્ટ શેર કરતાની સાથે જ તેને લાઈક્સ અને કોમેન્ટ્સ આવવા લાગ્યા.

મુંબઈ : ઓપરેશન સિંદૂરની ચોમેર પ્રશંસા કરી રહ્યા છે. સામાન્ય નાગરિક હોય કે વિરોધ પક્ષના નેતા બધાએ ભારતીય સેનાની પ્રશંસા કરી છે. બોલિવુડ સેલિબ્રિટીઓએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમને સમર્થન આપ્યું હતું. આ સમયે શાહિદ કપૂરની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે.

 

શાહિદ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ભારતીય વાયુસેનાના વિમાનની એક શક્તિશાળી તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું કે ભારત ક્યારેય ઉશ્કેરતું નથી, પરંતુ ભારત ક્યારેય ભૂલતું પણ નથી. આ સાથે તેણે ત્રિરંગાનું ઇમોજી બનાવ્યું અને #OperationSindoor હેશટેગ લખ્યું. શાહિદે પોસ્ટ શેર કરતાની સાથે જ તેને લાઈક્સ અને કોમેન્ટ્સ આવવા લાગ્યા.

જો કે અચાનક શાહિદે અચાનક પોસ્ટ એડિટ કરી અને કેપ્શન ડિલીટ કરી દીધું. એટલું જ નહીં પોસ્ટ વાયરલ થયા પછી તેણે પોસ્ટની કોમેન્ટ સેક્શન પણ બંધ કરી દીધી. કંગના રનૌતે પણ પોસ્ટ કરી હતી કે તમે કહ્યું મોદીને કહો, તો મોદીએ બતાવી દીધું.

(2:12 PM IST)