<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

ઓપરેશન સિંદૂરમાં મોટી સફળતા : ફ્લાઈટ IC-814 હાઇજેકિંગનો માસ્ટરમાઇન્ડ અને જૈશનો આતંકી અબ્દુલ રૌફ અઝહર ઠાર

પાકિસ્તાન પંજાબમાં ભારતીય સેનાની કાર્યવાહી : જૈશના ચીફ મસૂદ અઝહરના 10 પરિવારજનો પણ માર્યા ગયા

નવી દિલ્હી/રાજકોટ: ભારતીય સુરક્ષા દળોને ઓપરેશન સિંદૂરમાં એક મોટી સફળતા મળી છે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદના ઓપરેશનલ હેડ અને IC-814 વિમાન હાઇજેકિંગના માસ્ટરમાઇન્ડ અને મોસ્ટ વોન્ટેડ આતંકી મસુદ અઝહર નો ભાઈ અબ્દુલ રૌફ અઝહરને ઠાર કરવામાં આવ્યો છે.
પંજાબ પ્રાંતમાં ભારતીય સશસ્ત્ર દળોએ બહાવલપુર અને મુરીદકેમાં આતંકવાદી કેમ્પો પર હુમલા કર્યા હતા, જેમાં જૈશ અને લશ્કર-એ-તૈયબા જેવા ખતરનાક આતંકવાદી સંગઠનોના મુખ્યાલયોને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. આ સંગઠનો ઘણા વર્ષોથી ભારતમાં આતંક ફેલાવી રહ્યા હતા અને અનેક નિર્દોષ લોકોના લોહી વહાવી ચૂક્યા છે.
મહત્વની વાત એ છે કે આ કાર્યવાહીમાં જૈશના ચીફ મસૂદ અઝહરના 10 જેટલા પરિવારજનો પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે. અબ્દુલ રૌફ અઝહરની ખાતમી એ ભારત માટે એક મોટી જીત માનવામાં આવે છે, કારણ કે તે ઘણા સમયથી ભારતની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ હતો અને અનેક આતંકવાદી ઘટનાઓમાં તેની સંડોવણી હતી. આ કાર્યવાહીથી આતંકવાદી સંગઠનોને મોટો ફટકો પડ્યો છે.

(2:25 PM IST)