તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
રિલાયન્સે ‘ઓપરેશન સિંદૂર' નામના ટ્રેડમાર્ક માટે અરજી કરી
રિલાયન્સે મનોરંજન માટે ઓપરેશન સિંદૂર નામનો ઉપયોગ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે ટ્રેડમાર્ક મેળવવાથી તેનો ઉપયોગ મૂવીઝ, શો, કોન્સર્ટ, ગેમ્સ અથવા ઓડિઓ-વિડિયો સામગ્રીના નિર્માણમાં અને પ્રકાશન સેવાઓમાં થઈ શકશે

નવી દિલ્હી,તા.૦૮: મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ ઓપરેશન સિંદૂર નામના ટ્રેડમાર્ક માટે અરજી કરી છે. આ નામ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકળત કાશ્મીર (POK) માં આતંકવાદી ઠેકાણાઓ સામે ભારત દ્વારા કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીનું કોડનેમ છે. ટ્રેડમાર્ક મેળવવાથી તેનો ઉપયોગ મૂવીઝ, શો, કોન્સર્ટ, ગેમ્સ અથવા ઑડિઓ-વિડિયો સામગ્રીના નિર્માણમાં અને પ્રકાશન સેવાઓમાં થઈ શકશે.
લાઈવ મિન્ટ અનુસાર, રિલાયન્સે ૭ મેના રોજ ક્લાસ ૪૧ હેઠળ ટ્રેડમાર્ક માટે અરજી કરી હતી, જે દિવસે લશ્કરી કાર્યવાહી થઈ હતી. વાણિજ્ય મંત્રાલયના ટ્રેડમાર્ક સર્ચ પોર્ટલ અનુસાર, કંપનીએ મનોરંજન માટે આ નામનો ઉપયોગ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો છે.રિલાયન્સે આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી. કંપનીનો મીડિયા અને મનોરંજન વિભાગ પહેલાથી જ સમાચાર, રમતગમત, ફિલ્મો વગેરેનું ઉત્પાદન કરે છે.
ટ્રેડમાર્ક રજિસ્ટ્રી પહેલા તપાસ કરશે કે નામ પહેલાથી જ કોઈ બીજા દ્વારા નોંધાયેલું છે કે નહીં. જો કોઈ વાંધો ન હોય, તો તે સરકારી ટ્રેડમાર્ક જર્નલમાં પ્રકાશિત કરવામાં આવશે. આ પછી, કોઈપણ વ્યક્તિ કે કંપની ૪ મહિના સુધી વાંધો ઉઠાવી શકે છે. જો બધું બરાબર રહ્યું, તો ટ્રેડમાર્ક રિલાયન્સના નામે રહેશે.
નિષ્ણાતો કહે છે કે ઓપરેશન સિંદૂર જેવા નામનો ટ્રેડમાર્ક બનાવતી વખતે સાવધાની રાખવી જોઈએ. જો આ નામ સરકારી ઝુંબેશ જેવું લાગે છે તો તેને રોકી શકાય છે. ઉપરાંત, જનતાને ગેરમાર્ગે દોરવું જોઈએ નહીં કે તે સરકાર સાથે જોડાયેલ છે.
રિલાયન્સ ઉપરાંત, મુંબઈના મુકેશ ચેતરામ અગ્રવાલ, જમ્મુના ગ્રુપ કેપ્ટન કમલ સિંહ (નિવળત્ત) અને દિલ્હીના આલોક કોઠારીએ પણ આ જ નામના ટ્રેડમાર્ક માટે અરજી કરી છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
