તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Thursday, 8th May 2025
ભારતને રશિયાએ આપેલી ‘સુદર્શન’ એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાની મિસાઈલના હવામાં જ ચીથરા ઉડાવી નાખ્યા: ચીન પણ ફફડી ઉઠ્યું
‘ઓપરેશન સિંદૂર’ના જવાબમાં પાકિસ્તાની સેનાએ એક સાથે ભારતના 15 શહેરોમાં મિસાઈલો ફેંકી: ‘સુદર્શન’ એર ડિફેન્સ સિસ્ટમે ચીનની એર ડિફેન્સ સિસ્ટમની ધજાઈ ઉડાવી દીધી

નવી દિલ્હી : ‘ઓપરેશન સિંદૂર’ના જવાબમાં પાકિસ્તાની સેનાએ એક સાથે ભારતના 15 શહેરોમાં મિસાઈલો ફેંકી હતી. તેનો હેતુ સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ બનાવવાનો હતો. પરંતુ આ તમામ મિસાઈલોના રશિયા દ્વારા ભારતને આપવામાં આવેલ ‘સુદર્શન’ એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ ચીથરા ઉડાવી નાખ્યા હતા. ભારતની આ રણનીતિ જોઈને કદાચ ચીન પણ ફફડી ઉઠ્યું હશે. કારણ કે પાકિસ્તાન ચીનની જ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરે છે, પરંતુ આ વખતે ‘સુદર્શન’ એર ડિફેન્સ સિસ્ટમે ચીનની એર ડિફેન્સ સિસ્ટમની ધજાઈ ઉડાવી દીધી છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવેલ આ ભેટનો આ પહેલીવાર ઉપયોગ કરવામાં આવ્યો છે. આનાથી એ સ્પષ્ટ થઈ ગયું કે ભારતની સુરક્ષા લોખંડી છે અને કોઈ પણ તેના પર ખરાબ નજર નહીં નાખી શકે. આ જબરદસ્ત રક્ષા પ્રદર્શનથી માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ તેના સ્ટ્રેટજિક પાર્ટનર ચીનને પણ હચમચાવી નાખ્યું હશે. પાકિસ્તાન ચીનની એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરે છે, પરંતુ આ વખતે આ સિસ્ટમ ભારતની સામે મિંદડી બની ગઈ.
જાણી લો કેવી છે S-400 ‘સુદર્શન’ની તાકાત
રશિયા દ્વારા નિર્મિત S-400 ટ્રાયમ્ફ વિશ્વની સૌથી અદ્યતન અને ઘાતક એર ડિફેન્સ સિસ્ટમોમાંથી એક છે. ભારતમાં તેને ‘સુદર્શન’ નામ આપવામાં આવ્યું છે. ચાલો, તેની ખાસિયતો વિશે જાણીએ…
- રેન્જ: 400 કિલોમીટર
- સ્પીડ: 17,000 કિમી/કલાકની ઝડપે ઉડતી મિસાઈલોને રોકવાની ક્ષમતા
- મલ્ટી-ટાર્ગેટ ક્ષમતા: એકસાથે 80 ટાર્ગેટને ટ્રેક કરી શકે છે અને 36 ટાર્ગેટને એકસાથે રોકી શકે છે (ઈન્ટરસેપ્ટ કરી શકે છે)
- 360 ડિગ્રી કવરેજ: ચારે દિશાઓથી આવતા ખતરાનો જવાબ આપવાની ક્ષમતા
- ક્ષમતા: ક્રૂઝ, બેલિસ્ટિક અને સ્ટેલ્થ મિસાઈલોને રોકવામાં સક્ષમ
ચીનના હથિયારો અને તેની ટેક્નોલોજી જ પાકિસ્તાનની તાકાત છે, પરંતુ S-400ની સફળતાએ ચીની ટેક્નોલોજીની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કરી દીધા છે. જે રીતે ભારતે એકપણ મિસાઈલને જમીન સુધી ન પહોંચવા દીધી અને તેના હવામાં જ ચીથરા ઉડાવી દીધા, તેનાથી ચીનની ચિંતા વધી ગઈ છે. હવે આખા વિશ્વ સમક્ષ ચીનની ટેક્નોલોજીની નબળાઈ ખુલ્લી પડી ગઈ છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
