તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
વિશ્વ બજારના સંકેત વચ્ચે દિલ્હીમાં સોનાના ભાવમાં રૂપિયા 1,500નો જબરજસ્ત ઘટાડો
દિલ્હી ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 740 ગગડી રૂપિયા 98,200 રહ્યા

નવી દિલ્હી :વિશ્વ બજારમાંથી મળેલા સંકેત વચ્ચે રાષ્ટ્રીય રાજધાનિ દિલ્હી ખાતે સોનાના ભાવમાં રૂપિયા 1,500નો ઘટાડો થયો છે. દિલ્હી ખાતે શુદ્ધ સોનુ (99.9) રૂપિયા 1,500 ઘટી રૂપિયા 99,250 થયા છે. જ્યારે દિલ્હી સ્ટાન્ડર્ડ સોનુ (99.5) રૂપિયા 1,550 ગગડીને રૂપિયા 98,800 થયા છે. વૈશ્વિક સ્તરે તથા ઘર આંગણે અનેક ઘટનાક્રમો વચ્ચે સોનાના ભાવમાં ભારે વધઘટ જોવા મળી હતી.
આ ઉપરાંત દિલ્હી ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 740 ગગડી રૂપિયા 98,200 રહ્યા છે.
બીજી બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં ઔંસદીઠ સોનાનો ભાવ 20.69 ડોલર એટલે કે 0.62 ટકા ઘટીને 3,343.81 ડોલર થયા છે. જ્યારે ચાંદી 0.22 ટકા ગગડી 32.49 ડોલર રહ્યો છે.
અમદાવાદ ખાતે સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. જ્યારે ચાંદીનો ભાવ સ્થિર રહ્યો છે. અમદાવાદ શુદ્ધ સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 ઘટી રૂપિયા 1,00,000 થયો છે. જ્યારે અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 ઘટી 99,700 રહ્યો છે. જ્યારે અમદાવાદ ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 97,000 રહ્યા હતા.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
