હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જમ્મુમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર : ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો : 8 મિસાઇલો તોડી પડાઈ : જુઓ વિડીયો
જમ્મુ અને શ્રીનગરમાં બ્લેકઆઉટ : વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં પણ સાવચેતીના ભાગરૂપે વીજળી ગુલ : પંજાબના ગુરુદાસપુર અને પઠાણકોટમાં પણ બ્લેકઆઉટ

#WATCH | J&K | A complete blackout has been enforced in Akhnoor of Jammu Division; sirens are being heard. pic.twitter.com/Jgftczowww
— ANI (@ANI) May 8, 2025
જમ્મુ/શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. જમ્મુના ઘણા વિસ્તારોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યો છે અને મોબાઇલ નેટવર્કમાં પણ સમસ્યા આવી રહી છે. સાયરનના અવાજો દૂર દૂર સુધી સંભળાઈ રહ્યા છે. એટલું જ નહીં, સાવચેતીના ભાગરૂપે વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં પણ વીજળી ગુલ કરી દેવામાં આવી છે. સાંભા, પૂંછ અને જમ્મુ સેક્ટરમાં ભારે ગોળીબાર ચાલુ છે.
શ્રીનગર અને અવંતીપોરામાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો છે. કુપવાડા સેક્ટરમાં પણ ભારે ગોળીબાર ચાલી રહ્યો છે અને ભારતીય સેના તેનો જોરદાર જવાબ આપી રહી છે. મળતી માહિતી મુજબ, જમ્મુ એરપોર્ટ પર પણ મિસાઇલ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવ્યો છે.
આ દરમિયાન ભારતે પાકિસ્તાનની આઠ મિસાઇલોને તોડી પાડી છે. એક વખત ફરીથી ભારતે એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમથી પાકિસ્તાનની મિસાઇલોને ધ્વસ્ત કરી દીધી છે. પંજાબના ગુરુદાસપુર અને પઠાણકોટમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યો છે.
ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલી સક્રિય હોવાના કારણે જમ્મુમાં વીજળી બંધ કરવામાં આવી રહી છે. જમ્મુ સિવિલ એરપોર્ટ, સાંભા, આરએસ પુરા, અરનિયા અને આસપાસના વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી ઓછામાં ઓછી આઠ મિસાઇલો છોડવામાં આવી હતી, જેમાંથી મોટાભાગની ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા રોકી દેવામાં આવી હતી.
#WATCH | J&K | A complete blackout has been enforced in Kishtwar of Jammu Division, and sirens are being heard throughout the district. pic.twitter.com/1tBwxjoxR7
— ANI (@ANI) May 8, 2025









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
