<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

જમ્મુના સાંબા, કઠુઆ, રાજૌરી અને પૂંછ જિલ્લામાં તમામ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા આદેશ

પાકિસ્તાની સેના નાગરિકો પર પણ હુમલો કરતી હોવાથી જમ્મુના વિભાગીય કમિશનરે લીધો નિર્ણય

નવી દિલ્હી : ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહયૉ છે પાકિસ્તાન રહેણાંક વિસ્તારને નિશાન બનાવી રહ્યું છે ભારતીય સુરક્ષા દળો એલઓસી પર પાકિસ્તાનના ગોળીબારનો યોગ્ય જવાબ આપી રહ્યા છે, પરંતુ પાકિસ્તાની સેના નાગરિકો પર પણ હુમલો કરી રહી છે. આને ધ્યાનમાં રાખીને જમ્મુના વિભાગીય કમિશનરે શુક્રવારે (9 મે) જમ્મુના સાંબા, કઠુઆ, રાજૌરી અને પૂંછ જિલ્લામાં તમામ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

 


 

(9:09 PM IST)