<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ રદ: સુરક્ષાને ધ્યાને લઈને મોટો નિર્ણય

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને ડ્રોન હુમલા બાદ અચાનક મેદાનની ફ્લડ લાઈટ બંધ કરાઈ

 પંજાબ અને દિલ્લીની મેચ ધર્મશાળામાં રોકી દેવામાં આવી છે .સુરક્ષાને ધ્યાનમાં લઇને લેવામાં આવ્યો મોટો નિર્ણય.દિલ્લી અને પંજાબ વચ્ચે iplની ધર્મશાળામાં મેચ  રમાઇ રહી હતી

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ધર્મશાલામાં રમાઈ રહેલી પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. ગ્રાઉન્ડની ફ્લડલાઇટ્સ 9:29 મિનિટે બંધ કરવામાં આવી હતી. આ પછી, ખેલાડીઓ અને દર્શકો મેદાન છોડીને જતા જોવા મળ્યા હતા.

(9:54 PM IST)