હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ : લાહોર, ઇસ્લામાબાદ અને સિયાલકોટ પર ધડાધડ હવાઈ હુમલા : સમગ્ર વિસ્તારોમાં અંધારપટ
જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં પાકિસ્તાનના નિષ્ફળ હુમલા બાદ ભારતની ત્વરિત કાર્યવાહી : મિસાઇલો અને ડ્રોનથી દુશ્મનના ઠેકાણાંને નિશાન બનાવ્યા : અનેક વિસ્તારોમાં બ્લેકઆઉટ : એલર્ટ જાહેર

નવી દિલ્હી : ભારતીય સેનાએ પાકિસ્તાનના નાપાક હુમલાનો આકરો જવાબ આપ્યો છે. જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાના નિષ્ફળ પ્રયાસો બાદ ભારતે વળતો પ્રહાર કર્યો છે. મળતી માહિતી અનુસાર, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના લાહોર, ઇસ્લામાબાદ અને સિયાલકોટ પર મિસાઇલો અને ડ્રોનથી ધડાધડ હવાઈ હુમલા કર્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે.
પાકિસ્તાને 8 મેની રાત્રે અચાનક જ ભારત પર હુમલો શરૂ કરી દીધો હતો. જમ્મુ-કાશ્મીરના સતવારી, સાંબા, આરએસ પુરા અને અર્નિયા પર આઠ મિસાઇલો છોડવામાં આવી હતી, પરંતુ ભારતીય હવાઈ સંરક્ષણ એકમોએ તમામ મિસાઇલોને હવામાં જ અટકાવીને નિષ્ક્રિય કરી દીધી હતી. ઉધમપુરમાં પણ ભારતીય વાયુસેનાએ એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યો હતો. આ ઉપરાંત, પાકિસ્તાને રાજસ્થાન અને પંજાબમાં પણ ડ્રોન અને મિસાઇલોથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં પણ તેને સફળતા મળી ન હતી. ભારતના એસ-૪૦૦ સુદર્શન ચક્રે જમ્મુમાં પાકિસ્તાનની આઠ મિસાઇલોને ધ્વસ્ત કરી દીધી હતી.
ભારતના વળતા પ્રહાર બાદ પાકિસ્તાનના લાહોર સહિત અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. જેસલમેરમાં ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાની ડ્રોનને અટકાવવામાં આવ્યું હતું, જેના કારણે વિસ્ફોટો સંભળાયા હતા અને આકાશમાં ચમકતા અવાજો જોવા મળ્યા હતા. રાજસ્થાનના બિકાનેર અને પંજાબના જલંધરમાં પણ સંપૂર્ણ અંધારપટ છવાઈ ગયો હતો. કિશ્તવાડ, અખનૂર, સાંબા, જમ્મુ અને અમૃતસર જેવા વિસ્તારોમાં પણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો.
પાકિસ્તાની હુમલા બાદ જમ્મુના તમામ વિસ્તારોમાં સાયરન વાગવા લાગ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. તત્કાલ સમગ્ર વિસ્તારમાં એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. ભારતીય સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાનના તમામ ડ્રોન અને મિસાઇલોને તોડી પાડ્યા હતા અને અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
