<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

ચંડીગઢને ધ્રુજાવવાનું કાવતરું : ટાઈમ બોમ્બ અને આરડીએક્સ સાથે પહોંચ્યા હતા આતંકવાદીઓ : પોલીસ સ્ટેશન હતું નિશાન : હુમલા પહેલા પકડાયા

ક્રાઈમ બ્રાન્ચે બે આતંકવાદીઓની ધરપકડ કરી : મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યો : આરોપીઓ પાસેથી ટાઈમ બોમ્બ અને આરડીએક્સ સહિત મોટી માત્રામાં હથિયારો જપ્ત

ચંડીગઢ: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે ત્યારે ચંડીગઢમાં એક મોટા હુમલાને અંજામ આપવાની તૈયારી કરી રહેલા આતંકવાદી જૂથના બે સભ્યોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ટાઈમ બોમ્બ અને આરડીએક્સ સહિત મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે.
પંજાબ અને હરિયાણાની રાજધાની ચંડીગઢને ફરી એકવાર ધ્રુજાવવાનું કાવતરું હતું. આ જ હેતુથી આતંકવાદી જૂથના બે બદમાશો મોટી માત્રામાં આરડીએક્સ અને ટાઈમ બોમ્બ લઈને ચંડીગઢમાં પહોંચ્યા હતા. પરંતુ પોલીસની સતર્કતાને કારણે એક મોટી ઘટના ટળી ગઈ છે.

 

(10:36 PM IST)