<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું ! ભારતે 7 શહેરોમાં ઝડપી હુમલા કર્યા : લાહોર-ઇસ્લામાબાદ હચમચી ગયા: પાક પીએમ બંકરમાં છુપાયા

ભારતે પાકિસ્તાનના લાહોર પર ડ્રોનથી હુમલો કર્યો : રાત્રે પાકિસ્તાન તરફથી ભારતના સરહદી વિસ્તારો પર ડ્રોન હુમલો ભારતે જડબાતોડ જવાબ આપ્યો

પાકિસ્તાન સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગયું છે. પાકિસ્તાની પીએમ બંકરમાં છુપાયેલા છે. ભારતીય સેના અને નૌકાદળે પાકિસ્તાનના કુલ 7 શહેરો પર ઝડપી હુમલા કર્યા છે. ભારતે લાહોર, ઇસ્લામાબાદ, કરાચી અને સિયાલકોટ સહિત 7 શહેરોમાં મોટો હુમલો કર્યો છે. ભારતે પાકિસ્તાનના લાહોર પર ડ્રોનથી હુમલો કર્યો છે

 ગુરુવારે રાત્રે પાકિસ્તાન તરફથી ભારતના સરહદી વિસ્તારો પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેનો ભારતે હવે જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાનના લાહોરમાં મોટો ડ્રોન હુમલો કર્યો છે. આ ઉપરાંત ભારતે પાકિસ્તાનના સિયાલકોટ પર પણ ડ્રોનથી હુમલો કર્યો છે. ભારતે પાકિસ્તાન પર મોટો વળતો હુમલો કર્યો છે.

   ભારત દ્વારા પાકિસ્તાન પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. ભારતની ત્રણેય સેનાઓએ પાકિસ્તાન પર હુમલો કર્યો છે. નૌકાદળે અરબી સમુદ્રમાંથી મોરચો સંભાળી લીધો છે. આ ઉપરાંત પાકિસ્તાન પર 100 થી વધુ મિસાઇલો છોડવામાં આવી છે. કરાચી બંદર પર 10 થી વધુ વિસ્ફોટ થયા છે.

પાકિસ્તાનના જવાબમાં ભારતે કરાચી, લાહોર, ઇસ્લામાબાદ પર હુમલો કર્યો છે. ભારતે ઇસ્લામાબાદ પર મિસાઇલ છોડી છે. જાલંધરમાં પાકિસ્તાની ડ્રોન હુમલો નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. લાહોરના ઘણા વિસ્તારો ધુમાડાથી ભરેલા છે. આ ઉપરાંત ભારત દ્વારા બહાવલપુર અને સરગોધામાં પણ હુમલા કરવામાં આવ્યા છે.

(11:57 PM IST)