હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

નવી દિલ્હી,તા.૦૯: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે પ્રખ્યાત બલૂચ લેખક અને કાર્યકર્તા મીર યાર બલોચે પાકિસ્તાનથી બલૂચિસ્તાનની સ્વતંત્રતાની ઘોષણા કરી છે અને નવી દિલ્હીમાં બલૂચ દૂતાવાસ ખોલવા માટે ભારત સરકાર પાસે પરવાનગી માંગી છે. મીર યાર બલોચ બલોચ લોકોના અધિકારોની હિમાયત માટે જાણીતા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સ દ્વારા આ જાહેરાત કરી. તેમણે સંયુક્ત રાષ્ટ્રને બલુચિસ્તાનમાં શાંતિ રક્ષા દળો મોકલવા અને પાકિસ્તાનની સેનાને આ પ્રદેશ છોડી દેવા વિનંતી કરી.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલી અથડામણોએ ગંભીર વળાંક લીધો છે. ૭ મેની રાત્રે, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકળત કાશ્મીર (POK) માં સ્થિત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. ભારતે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાનના કોઈપણ લશ્કરી માળખાને નિશાન બનાવવામાં આવ્યું નથી. જવાબમાં, પાકિસ્તાને ગુરુવારે ડ્રોન, મિસાઇલો અને ભારે તોપખાનાથી ભારતીય લશ્કરી અને નાગરિક વિસ્તારોને નિશાન બનાવીને તણાવમાં વધારો કર્યો.
ભારતે પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલો તોડી પાડીને બદલો લીધો અને પાકિસ્તાની ફાઇટર જેટ અને AWACS (એરબોર્ન ર્વોનિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ)નો પણ નાશ કર્યો.
દરમિયાન, મીર યાર બલોચે દાવો કર્યો હતો કે બલૂચ સ્વતંત્રતા સેનાનીઓએ ડેરા બુગતીમાં પાકિસ્તાનના ગેસ ક્ષેત્રો પર હુમલો કર્યો હતો, જ્યાં ૧૦૦ થી વધુ ગેસ કુવાઓ આવેલા છે. એક પોસ્ટમાં તેમણે લખ્યું, આપણે આપણી સ્વતંત્રતાની ઘોષણા કરી દીધી છે. પાકિસ્તાનના પતનનો સમય નજીક છે. અમે ભારતને વિનંતી કરીએ છીએ કે બલૂચિસ્તાનને નવી દિલ્હીમાં તેનું સત્તાવાર કાર્યાલય અને દૂતાવાસ ખોલવાની મંજૂરી આપવામાં આવે. તેમણે આગળ લખ્યું, અમે સંયુક્ત રાષ્ટ્રને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ બલુચિસ્તાનની સ્વતંત્રતાને માન્યતા આપવા અને તમામ સભ્ય દેશોની બેઠક બોલાવીને તેનું સમર્થન કરવા વિનંતી કરીએ છીએ.ૅ
બલૂચે માંગ કરી હતી કે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશન તાત્કાલિક બલુચિસ્તાનમાં મોકલવામાં આવે અને પાકિસ્તાની સેનાને ત્યાંથી પાછા ફરવાનો આદેશ આપવામાં આવે. તેમણે કહ્યું, પાકિસ્તાની સેના, અર્ધલશ્કરી દળો, પોલીસ, ISI અને વહીવટમાં સેવા આપતા તમામ બિન-બલોચ અધિકારીઓએ તાત્કાલિક બલુચિસ્તાન છોડી દેવું જોઈએ. બલુચિસ્તાનની નવી સરકાર અંગે તેમણે કહ્યું, સ્વતંત્ર બલુચિસ્તાનની નવી સરકારની રચના ટૂંક સમયમાં થશે. મંત્રીમંડળમાં બલુચ મહિલાઓની ભાગીદારી આપણા રાષ્ટ્ર પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
બીજી પોસ્ટમાં તેમણે લખ્યું, ૅઅરે પાકિસ્તાન, જો તમારી પાસે સેના છે, તો અમારી પાસે પણ બલૂચ સેના છે. બલૂચ સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા હુમલો ચાલુ છે. આ પહેલા એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં પાકિસ્તાની સેનાના વાહનને ઉડાવી દેવામાં આવ્યું હતું. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી અને દાવો કર્યો હતો કે તેમાં ૧૪ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.
મીર યાર બલોચે સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખીને બલુચિસ્તાનના લોકશાહી પ્રજાસત્તાકની સ્વતંત્રતાને માન્યતા આપવા અને માન્યતા માટે સમર્થન આપવા માટે યુએનના તમામ સભ્યોની બેઠક બોલાવવા વિનંતી કરી છે. તેમણે એવી પણ માંગ કરી હતી કે ચલણ અને પાસપોર્ટ છાપવા માટે અબજો ડોલર મુક્ત કરવા જોઈએ.
મીર યાર બલોચે આગળ લખ્યું છે કે અમે સંયુક્ત રાષ્ટ્રને વિનંતી કરીએ છીએ કે તેઓ બલુચિસ્તાનમાં પોતાનું શાંતિ મિશન મોકલે અને પાકિસ્તાની કબજા હેઠળની સેનાને બલુચિસ્તાનના વિસ્તારો, હવાઈ ક્ષેત્ર અને સમુદ્ર ખાલી કરવા અને બલુચિસ્તાનમાં તમામ શષાો અને સંપત્તિ છોડી દેવા કહે.
તેમણે કહ્યું, સેના, ફ્રન્ટિયર કોર્પ્સ, પોલીસ, મિલિટરી ઇન્ટેલિજન્સ, ISI અને નાગરિક વહીવટમાં રહેલા તમામ બિન-બલોચ કર્મચારીઓએ તાત્કાલિક બલુચિસ્તાન છોડી દેવું જોઈએ. બલુચિસ્તાનનું નિયંત્રણ ટૂંક સમયમાં સ્વતંત્ર બલુચિસ્તાન રાજ્યની નવી સરકારને સોંપવામાં આવશે અને ટૂંક સમયમાં એક સંક્રમણકારી વચગાળાની સરકારની જાહેરાત કરવામાં આવશે.
બલુચિસ્તાનની સ્વતંત્રતાની માંગ એવા સમયે આવી છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાને ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો હતો.
ગુરુવારે રાત્રે ૮ થી ૧૦ વાગ્યાની વચ્ચે પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ, ફિરોઝપુર, કપૂરથલા, જલંધર અને જેસલમેરમાં લશ્કરી ઠેકાણાઓ પર ફાઇટર પ્લેન, ડ્રોન, રોકેટ અને મિસાઇલોનો ઉપયોગ કરીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM