હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એર સ્ટ્રાઈક બાદ ભારતની ‘‘વોટર સ્ટ્રાઈક'': પાકિસ્તાન ઉપર ભયાનક પુર આવવાનો ખતરો ઉભો થયો
ભારતે કોઈપણ પૂર્વ સૂચના વિના પાકિસ્તાન તરફ વહેતા બગલીહાર અને સલાલ ડેમના દરવાજા ખોલી નાખ્યા છે, જેના કારણે પડોશી દેશમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે

નવી દિલ્હી,તા.૦૯: કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા પાકિસ્તાન સામે કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ, ભારતે જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ નદી પર બનેલા બગલીહાર ડેમ અને સલાલ ડેમના દરવાજા પાકિસ્તાનને પૂર્વ માહિતી આપ્યા વિના ખોલી નાખ્યા છે, જેના કારણે પાકિસ્તાનના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ગંભીર ખતરો ઉભો થયો છે. ધ્યાનમાં રાખો કે સલાલ ડેમ એક હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે, જે કાશ્મીર ઉપરાંત ઘણા રાજ્યોને વીજળી પૂરી પાડે છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે લશ્કરી તણાવ ચરમસીમાએ છે અને ભારતે સિંધુ જળ સંધિ પહેલાથી જ મુલતવી રાખી છે.
જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓને કારણે, ચિનાબ નદીના પાણીનું સ્તર ઝડપથી વધ્યું છે, જેના કારણે બગલીહાર ડેમના બે દરવાજા અને સલાલ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. આના કારણે મોટા પ્રમાણમાં પાણી પાકિસ્તાન તરફ વહી રહ્યું છે. પાણીના પ્રવાહની ગતિને કારણે પાકિસ્તાનમાં પૂરની શકયતા છે.
રિયાસી સલાલ ડેમના ૩ દરવાજા પણ ખુલ્લા જોવા મળે છે
પરિસ્થિતિ એવી છે કે આ નદી પર બનેલા રિયાસી સલાલ ડેમના ત્રણ દરવાજા પણ ખુલ્લા જોવા મળે છે. ડેમના દરવાજામાંથી પાણી ઝડપથી નીકળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કેરંબન સહિત જમ્મુ-કાશ્મીરના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો છે. ભારતનું કહેવું છે કે રામબનમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે ડેમનું પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું હતું, તેથી ડેમના દરવાજા ખોલવા પડ્યા.
રામબનમાં ભારે વરસાદને
કારણે જનજીવન પ્રભાવિત
રામબન જિલ્લામાં ભારે વરસાદને કારણે ટેકરીઓ પરથી અનેક ભૂસ્ખલન અને પથ્થરો પડતાં ગુરુવારે સવારે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અચાનક આવેલા પૂરના કારણે રામબન બજારમાં પણ ભારે ફટકો પડ્યો હતો, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી.
પર્યાવરણીય કટોકટી કે વ્યૂહાત્મક સંદેશ?
ભારતના આ પગલાને માત્ર પર્યાવરણીય કારણોસર જ નહીં પરંતુ વ્યૂહાત્મક રીતે પણ જોવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે આ ભારત તરફથી પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી છે કે આતંકવાદ અને સરહદ પારના હુમલાઓનો જવાબ હવે ફક્ત લશ્કરી માધ્યમથી જ નહીં પરંતુ જળ નીતિ દ્વારા પણ આપવામાં આવશે.(૪૦.૮)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
