હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

લાહોર,તા.૦૯: પાકિસ્તાને લાહોરની સુરક્ષા માટે એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી હતી. પાકને લાગી રહ્યું હતું કે ભારતના વળતા જવાબથી તેના શહેરના બચાવી શકાશે. પણ ગુરુવારની સવાર આ એર ડિફેન્સ સિસ્ટમ ખુદને બચાવી શકી નહીં. ભારતે પાકિસ્તાનને તેના જ અંદાજમાં જવાબ આપતા લાહોરમાં આવેલા પાકિસ્તાની HQ-9 એર ડિફેન્સ સિસ્ટમને સ્ટ્રાઈકથી ઉડાવી દીધું. આ જવાબ ભારતે પાકિસ્તાનની એ કોશિશ વિરુદ્ધ ઉઠાવ્યું જે તેણે ૭-૮ની રાતે કર્યો હતો. પાકિસ્તાને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમળતસર, કપૂરથલા, લુધિયાણા, જાલંધર, ભટિંડા, ચંદીગઢ, નાલ, પઠાણકોટ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજમાં ભારતીય વાયુસેનાના એરબેઝ પર હુમલાની કોશિશ કરી હતી. પાકે હુમલા માટે લોયટરિંગ એમ્યુનિશન, યૂએવી અને સર્ફેસ ટૂ સર્ફેસ મિસાઈલનો ઉપયોગ કર્યો, જેને ભારતીય એર ડિફેન્સની મદદથી નિષ્ફળ કરી દીધું.
પાકે મૂવ કર્યું હતું HQ-9
સિસ્ટમ પહેલગામ એટેક બાદ પાકિસ્તાને પોતાના એર ડિફેન્સ રડાર સિસ્ટમની વધારાની તૈનાતી પણ કરી હતી. ગુપ્ત રિપોર્ટ અનુસાર, અખનૂર સેક્ટરની બીજી તરફ પાકિસ્તાને પોતાના ણ્મ્-૯ એર ડિફેન્સ સિસ્ટમને તૈનાત કર્યા હતા. આ ઉપરાંત એક આખી એર ડિફેન્સ સિસ્ટમને રાજસ્થાનના બાડમેર તરફ તૈનાત કરી હતી. પાકિસ્તાને HQ-9 એર ડિફેન્સ સિસ્ટમની ખરીદી વર્ષ ૨૦૨૧માં ચાઈનાથી કરી હતી. તેના કેટલાય વેરિઅન્ટ છે. પાકિસ્તાન પાસે HQ-9 વેરિઅન્ટ છે. તેને રશિયા S-300ની ચીનની કોપી પણ કહેવાય છે. પાકિસ્તાન પાસે તેની રેન્જ લગભગ ૧૨૫ કિમીની હોવાનું કહેવાય છે.
ભારત પાસે એર ડિફેન્સની પાક્કી વ્યવસ્થા છે. ૧૫ જગ્યા પર હુમલાની કોશિશ પાકિસ્તાને કરી હતી. દરેક કોશિશને ભારતે નિષ્ફળ કરી દીધી. ભારત પાસે અલગ અલગ રેન્જના રડાર અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે. આ હુમલાની કોશિશને નિષ્ફળ કરવા માટે S-400, આકાશ એર ડિફેન્સ સિસ્ટમ અને MRSAMથી પણ પાક એટેકને નિષ્ફળ કર્યા. ટાર્ગેટના હિસાબથી ભારતીય એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમને લોન્ચ કરવામાં આવે છે.(૪૦.૭)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM