હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

નવી દિલ્હી તા.૯: ભારતના હારોપ ડ્રોને લાહોરમાં પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ HQ9P અને HQ16ને નષ્ટ કરી દીધી. ચાલો જાણીએ પાકિસ્તાનની આ હવાઈ સંરક્ષણ પ્રણાલીની ક્ષમતાઓ વિશે.
HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ
HQ-9 એ ચીનમાં બનેલી લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સંરક્ષણ પ્રણાલી છે. પાકિસ્તાને તેની હવાઈ સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે તેને ખરીદ્યું હતું. ચીને પાકિસ્તાનને HQ9 સિસ્ટમનું એક વર્ઝન વેચ્યું છે. પાકિસ્તાનની જરૂરિયાતોને અનુરૂપ ફેરફારો કરવામાં આવ્યા છે અને આ સંસ્કરણને HQ-9P કહેવામાં આવે છે. HQ-9 એ રશિયાના S-300 નું ચીની સંસ્કરણ છે. તે પાકિસ્તાનની બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.
પાકિસ્તાન માટે ખતરો વધ્યો છે
HQ 9 પાકિસ્તાનના હવાઈ સંરક્ષણનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. લાહોર જેવા મુખ્ય શહેરોનું રક્ષણ કરવા માટે જવાબદાર આ -ણાલીનો વિનાશ પાકિસ્તાન માટે એક મોટો વ્યૂહાત્મક આંચકો છે. આનાથી પાકિસ્તાનના મુખ્ય શહેરો અને લશ્કરી થાણાઓ અસુરક્ષિત બન્યા છે.
HQ-9 ની મુખ્ય વિશેષતાઓ
રેન્જઃ-૨૦૦ કિમી સુધી
લક્ષ્યોઃ-ફાઇટર જેટ, ક્રુઝ મિસાઇલ, બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન
રડારઃ-મલ્ટી મોડ રહાર ૩૦૦ કિમી સુધીના લક્ષ્યોને ટ્રેક કરી શકે છે
મિસાઇલ
૧૮૦ કિલોગ્રામના વોરહેડ સાથે ઉચ્ચ વિસ્ફોટક મિસાઇલ
HQ9P સિસ્ટમની રેન્જ ૧૨૫ કિમી છે.
S 400 અને Patriot ના એનાલોગ
ચીનની HQ9 એર ડિફેન્સ સિસ્ટમ રશિયાની S-૪૦૦ અને અમેરિકાની પેટ્રિઅટ એર ડિફેન્સની સમકક્ષ માનવામાં આવે છે. જોકે, પાકિસ્તાનમાં આ સિસ્ટમનો નાશ થવાથી અને ભારતના મિસાઇલ હુમલાઓને રોકવામાં તેની અસમર્થતા ચીનની આ સિસ્ટમની વિશ્વસનીયતા નબળી પાડશે. આનાથી વૈશ્વિક બજારમાં ચીની સંરક્ષણ ઉત્પાદનોની વિશ્વસનીયતા ઘટશે.
હવાઈ હુમલા સામે રક્ષણ માટે નેટવર્ક
પાકિસ્તાને હવાઈ હુમલાઓ સામે પોતાને બચાવવા માટે વિવિધ સ્તરે વિવિધ હવાઈ સંરક્ષણ નેટવર્ક વિકસાવ્યા છે. આમા AQ-P, HQ 9BE, FD ૨૦૦૦, HQ 16FE તેમજ LY-80 અને FM-90 જેવી જૂની સિસ્ટમોનો સમાવેશ થાય છે. LY80 અને LY80N એ ચાઇનીઝ HQ16 અને તેના વેરિઅન્ટ HQ16 ના નિકાસ વર્ઝન છે.(૩૮.૬)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM