હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અટારી-વાઘા બોર્ડર પર બીટિંગ રીટ્રીટ અનિશ્ચિત સમય માટે બંધ
જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને, બોર્ડર સિકયુરિટી ફોર્સ (BSF) એ પંજાબમાં પાકિસ્તાન સાથેની ત્રણ સરહદ ચોકીઓ - અટારી, વાઘા, હુસૈનવાલા અને સડકી પર બીટિંગ રીટ્રીટ સમારોહ આગામી આદેશ સુધી મુલતવી રાખ્યો : જોકે, BSF એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દરરોજ સૂર્યાસ્ત સમયે રાષ્ટ્રધ્વજ ઉતારવાની પ્રક્રિયા પહેલાની જેમ ચાલુ રહેશે

નવી દિલ્હી તા.૯: જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને, બોર્ડર સિકયુરિટી ફોર્સ (BSF) એ પંજાબમાં પાકિસ્તાન સાથે જોડાયેલી ત્રણેય સરહદ ચોકીઓ - અટારી-વાઘા, હુસૈનવાલા અને સડકી પર બીટિંગ રીટ્રીટ સમારોહ આગામી આદેશ સુધી બંધ કરી દીધો છે. જોકે, BSF એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સૂર્યાસ્ત સમયે દરરોજ રાષ્ટ્રધ્વજ નીચે ઉતારવાની પ્રથા પહેલાની જેમ ચાલુ રહેશે.
BSF એ એક નિવેદન બહાર પાડ્યું
૨૨ એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકળત કાશ્મીર (PoJK) માં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યા બાદ BSFનો આ નિર્ણય આવ્યો છે. આ હુમલામાં ૨૬ પ્રવાસીઓ માર્યા ગયા હતા.
ભારતીય સશષા દળોએ બુધવારે વહેલી સવારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (PoJK) માં આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યું.
ભારતીય સશષા દળો દ્વારા કરવામાં આવેલા આ હુમલાઓમાં જૈશ-એ-મોહમ્મદ (JeM), લશ્કર-એ-તૈયબા (LeT) અને હિઝબુલ મુજાહિદ્દીનના નવ મુખ્ય આતંકવાદી કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આમાંથી ચાર લક્ષ્યો પાકિસ્તાનની અંદર અને બાકીના પાંચ પાકિસ્તાન અધિકળત કાશ્મીર (PoK) માં સ્થિત હતા.(૩૮.૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
