<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

પાકિસ્‍તાનના છંબ અને સિયાલકોટમાં કટોકટીની સ્‍થિતિઃ લોકોને ઘરે રહેવા સૂચના

આતંકવાદી હુમલા બાદ પાકિસ્‍તાન ચારે બાજુથી ઘેરાયું

નવી દિલ્‍હી, તા.૯: ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પહેલગામ આતંકવાદી હુમલા બાદ શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે આતંકવાદી પાકિસ્‍તાનને જે રીતે જવાબ આપ્‍યો છે તેનાથી પાડોશી દેશમાં ખળભળાટ મચી ગયો છે. મધ્‍યરાત્રિની કાર્યવાહી બાદ પાકિસ્‍તાનના છંબ અને સિયાલકોટ સેક્‍ટરમાં કટોકટી જેવી સ્‍થિતિ છે અને આ બંને સ્‍થળોએ લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે.

પાકિસ્‍તાનનું છંબ સેક્‍ટર જમ્‍મુના અખનૂર સેક્‍ટરની સામે આવેલુ છે અને નિયંત્રણ રેખા પર છે. તે જ સમયે, પાકિસ્‍તાનનું સિયાલકોટ સેક્‍ટર પણ અખનૂર સેક્‍ટરની બાજુમાં છે અને તે આંતરરાષ્‍ટ્રીય સરહદ પર આવે છે. ગુરુવારે (૮ મે, ૨૦૨૫) મોડી રાત્રે પેશાવરમાં એક શક્‍તિશાળી વિસ્‍ફોટ થયો હતો, જ્‍યારે ભારતે સરહદ પારથી ડ્રોન અને મિસાઇલ હુમલાના પ્રયાસો બાદ પાકિસ્‍તાન પર મોટો બદલો લેવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય મિસાઇલોએ લાહોર, સિયાલકોટ અને કરાચી સહિત પાકિસ્‍તાનના મુખ્‍ય સ્‍થળોને પણ નિશાન બનાવ્‍યા. બહાવલનગર કેન્‍ટ નજીક પણ એક વિસ્‍ફોટ થયો હતો.

બલુચિસ્‍તાન લિબરેશન આર્મી એ દાવો કર્યો છે કે તેણે બલુચિસ્‍તાનના એક તળતીયાંશ ભાગ પર કબજો કરી લીધો છે. અહેવાલો અનુસાર, સેના અફઘાનિસ્‍તાન અને ઈરાન વિસ્‍તારને અડીને આવેલી પાકિસ્‍તાની ચોકીઓ છોડીને ભાગી ગઈ હતી. અગાઉ, બલૂચિસ્‍તાનની રાજધાની ક્‍વેટામાં પાકિસ્‍તાની સેનાની જગ્‍યાઓ પર શ્રેણીબદ્ધ હુમલા થયા હતા. પાકિસ્‍તાની સેનાના ફ્રન્‍ટિયર કોર્પ્‍સ હેડક્‍વાર્ટરને સશષા લોકોએ નિશાન બનાવ્‍યું હતું. ગોળીબાર બાદ અનેક વિસ્‍ફોટ થયા. (રર.૭)

(10:10 AM IST)