હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાનની દરેક મિસાઇલનું સુરસુરીયું
જમ્મુથી જેસલમેર સુધી ભારતની શોર્ય ગાથા : ભારતનો જોરદાર પ્રહાર : ડ્રોન-મિસાઇલોનાં ભુક્કા બોલાવી દીધા

નવી દિલ્હી, તા.૯: પાકિસ્તાને ફરી એકવાર ભારત વિરુદ્ધ પોતાની નાપાક પ્રવળત્તિઓ કરવાનો પ્રયાસ કર્યો. મોડી રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલનો ઉપયોગ કરીને જમ્મુ, પઠાણકોટ, ઉધમપુર, અખનૂર, જેસલમેર, જલંધર, ફિરોઝપુર અને પોખરણ સહિત અનેક ભારતીય વિસ્તારોમાં હુમલો કર્યો હતો. આપણી સેના અને સૈનિકોએ પાકિસ્તાનના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને તેમને ભગાડી દીધા. ભારતીય સેનાએ પાકિસ્તાનના બે JF-17 અને એક F-16 ફાઇટર જેટને તોડી પાડ્યા છે. ઉપરાંત, પાકિસ્તાન વાયુસેનાના AWACS વિમાનને તેમના જ પંજાબ પ્રાંતમાં તોડી પાડવામાં આવ્યું હતું. ભારતે S-400 અને L-70 એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને ૫૦ થી વધુ પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલો તોડી પાડ્યા.
ગઈકાલે રાત્રે, પાકિસ્તાને નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પરના ઘણા વિસ્તારોમાં સ્વોર્મ ડ્રોન મોકલ્યા. પરંતુ ભારતીય સેનાની સતર્કતા અને મજબૂત તૈયારીને કારણે પાકિસ્તાનનું આ કાવતરું નિષ્ફળ ગયું. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન LoC અને IB પર ઘણી જગ્યાએ ડ્રોન હુમલાઓ દ્વારા નુકસાન પહોંચાડવાની યોજના બનાવી રહ્યું હતું, પરંતુ ભારતની આધુનિક હવાઈ સંરક્ષણ ટેકનોલોજી અને સૈનિકોની સતર્કતાએ તેની દરેક ચાલને નિષ્ફળ બનાવી દીધી. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલી ૮ મિસાઇલો જે હવામાં જ નાશ પામી હતી, તેનું લક્ષ્ય જમ્મુ હવાઈ પટ્ટી હતું, પરંતુ સમયસર જવાબી કાર્યવાહીથી મોટું નુકસાન ટળી ગયું. તમને જણાવી દઈએ કે, ભારતીય સેનાના વાયુ સંરક્ષણ એકમોએ નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાની F-16 ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. જ્યારે પાકિસ્તાની જેટ્સે ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો.
ઓપરેશન સિંદૂરના બીજા જ દિવસે, પાકિસ્તાને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમળતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ પર હુમલો કર્યો. આ બધા ક્ષેત્રોમાં, ભારતની ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર યુએએસ ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમે ઉત્તમ સંકલન દર્શાવ્યું અને દુશ્મનના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. કાટમાળની પુનઃપ્રાપ્તિથી હુમલાની પુષ્ટિ થઈ છે.
શું છે S-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ?
લ્-૪૦૦ એ વિશ્વની સૌથી અદ્યતન લાંબા અંતરની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓમાંની એક છે. તે રશિયાના અલ્માઝ-એન્ટે દ્વારા બનાવવામાં આવે છે અને તેને ભારતના સ્ટ્રેટેજિક એર ડિફેન્સ કમાન્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. તે ફાઇટર જેટ, મિસાઇલ, ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલો સહિત અન્ય હવાઈ જોખમોને ટ્રેક કરવા, અટકાવવા અને નાશ કરવા માટે રચાયેલ છે. આ હવાઈ સંરક્ષણ પ્રણાલી વિવિધ અંતર અને ઊંચાઈ પર લક્ષ્યોને ફટકારવામાં સક્ષમ છે, જેના કારણે તે દુશ્મનના હવાઈ હુમલાઓ સામે ભારતનું સંરક્ષણ કવચ રહે છે.(૨૩.૨)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
