<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડે PSL ૨૦૨૫ ને દુબઈ ખસેડ્‍યું: રાવલપિંડી સ્‍ટેડિયમ પર થયો હતો મોટો ડ્રોન હુમલો

પીએસએલની વર્તમાન સિઝનમાં ૮ મેચ બાકી છે. પાકિસ્‍તાન આ મેચો શકય તેટલી વહેલી તકે પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે

નવી દિલ્‍હી તા.૯: પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCB એ પાકિસ્‍તાન સુપર લીગ એટલે કે PSL ૨૦૨૫ ની બાકીની મેચો દેશની બહાર આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. PCB એ PSL ને પાકિસ્‍તાનથી દુબઈ ખસેડવાનો નિર્ણય લીધો છે. PSL ની ૧૦મી સીઝનમાં હજુ ૮ મેચ બાકી છે, જેમાં ચાર પ્‍લેઓફ અને ચાર લીગ મેચનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેના લશ્‍કરી સંઘર્ષ વચ્‍ચે, PCB એ આ ટુર્નામેન્‍ટ UAE માં ખસેડવાનો નિર્ણય લીધો છે.

PCB એ આ નિર્ણય માટે અનિચ્‍છનીય સંજોગોનો ઉલ્લેખ કર્યો છે, જેમાં સરહદ પારથી ડ્રોન હુમલા અને તોપખાનાની આપ-લેનો સમાવેશ થાય છે, જેના કારણે ખેલાડીઓ, સ્‍ટાફ અને ચાહકોની સલામતી અંગે ચિંતાઓ વધી છે. પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડે ગુરુવારે ઇસ્‍લામાબાદમાં એક કટોકટીની બેઠક યોજી હતી, જેમાં ભ્‍ઘ્‍ગ્ના અધ્‍યક્ષ મોહસીન નકવીએ વિદેશી ખેલાડીઓ સાથે બેઠક યોજી હતી. વિદેશી ખેલાડીઓ શકય તેટલી વહેલી તકે પાકિસ્‍તાન છોડવા માંગતા હતા.

પીએસએલ ૨૦૨૫ ની ચાર લીગ મેચ અને પ્‍લેઓફ મૂળ રીતે રાવલપિંડી, મુલતાન અને લાહોરમાં યોજાવાના હતા. જોકે, ૮ મેના રોજ રાવલપિંડીમાં રમાનારી મેચ સ્‍ટેડિયમ પર ડ્રોન હુમલાના અહેવાલ બાદ મુલતવી રાખવી પડી હતી. ટોચના ગુપ્તચર સૂત્રોના જણાવ્‍યા અનુસાર, ગુરુવારે ભારતે પાકિસ્‍તાન પર કરેલા ડ્રોન હુમલા બાદ આ નિર્ણય લેવામાં આવ્‍યો હતો, જેમાંથી એક રાવલપિંડી ક્રિકેટ સ્‍ટેડિયમ પર થયો હતો.

પીસીબીના ચેરમેન મોહસીન નકવીએ એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે લીગમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓની માનસિક સુખાકારી સુનિヘતિ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. ભૂતકાળની જેમ, અમને આશા છે કે અમારા હિસ્‍સેદારો ટુર્નામેન્‍ટ, અમારા ખેલાડીઓ અને ચાહકોના શ્રેષ્ઠ હિતોને આગળ વધારવા માટે અમારી સાથે એક થશે, તેમણે ઉમેર્યું. પીએસએલને ખસેડવા અંગે પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડ તરફથી એક સત્તાવાર નિવેદન પણ આવ્‍યું છે. બીજી તરફ, ગુરુવારે રાત્રે બ્‍લેકઆઉટને કારણે IPL ૨૦૨૫ ની મેચ પણ બંધ કરવામાં આવી હતી

(11:26 AM IST)