<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

જેસલમેરના કિશનઘાટ વિસ્તારમાં નર્સરીની સામે જોગીઓની વસાહતમાં એક બોમ્બ મળી આવ્યો

સરપંચના પ્રતિનિધિ કલ્યાણ રામે કંટ્રોલ રૂમ દ્વારા પોલીસને જાણ કરી: બોમ્બ જ્યાંથી મળ્યો હતો તે જગ્યા સીલ કરી

જેસલમેરના કિશનઘાટ વિસ્તારમાં એક જીવતો બોમ્બ મળી આવ્યો હતો,, કિશનઘાટ નજીક આવેલી નર્સરીની સામે જોગીઓની વસાહતમાં એક બોમ્બ મળી આવ્યો હતો. પ્રત્યક્ષદર્શી અર્જુન નાથે કિશનઘાટ સરપંચના પ્રતિનિધિ કલ્યાણરામને જાણ કરી. કલ્યાણ રામે કંટ્રોલ રૂમ દ્વારા પોલીસને જાણ કરી, શુક્રવારે સવારે પોલીસ અને વાયુસેનાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બોમ્બ જ્યાંથી મળ્યો હતો તે જગ્યા સીલ કરી દેવામાં આવી હતી. આ ઘટના ગઈકાલે રાત્રે 10:30 વાગ્યે પાકિસ્તાન દ્વારા જેસલમેર પર કરવામાં આવેલા હુમલા દરમિયાન બની હોવાનું કહેવાય છે.

(11:41 AM IST)