હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સી.એ.ના તા.૯થી ૧૪ વચ્ચેના તમામ પેપર રદ : નવી તારીખો હવે જાહેર થશે
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિથી નિર્ણય ઇન્ટરમીડિયેટ અને પોસ્ટ કવોલિફાયની પરીક્ષા નહીં યોજાય

નવી દિલ્હી, તા. ૯ : ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) મે ૨૦૨૫ માં CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સ (PQC) પરીક્ષાઓ ઇિન્ટરનેશનલ ટેક્સેશન - એસેસમેન્ટ ટેસ્ટ (INTT AT)] ના બાકીના પેપર્સમાં સુધારો કર્યો છે. દેશમાં તણાવ અને સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ICAI CA મે ૨૦૨૫ ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે.
આ પરીક્ષાઓ ૯ થી ૧૪ મે દરમિયાન યોજાવાની હતી. સુધારેલી તારીખો ૅયોગ્ય સમયેૅ જાહેર કરવામાં આવશે, એમ ICAI એ પરીક્ષાઓ મુલતવી રાખવાની જાહેરાત કરતા જણાવ્યું હતું. ઉમેદવારોને સંસ્થાની વેબસાઇટ - icai.org ના સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.
ICAI CA ફાઇનલ અને ઇન્ટર શેડ્યૂલ મુજબ, CA ફાઇનલ ગ્રુપ I ની પરીક્ષાઓ ૨, ૪ અને ૬ મે ના રોજ યોજાવાની હતી, જ્યારે ગ્રુપ II ની પરીક્ષા ૮, ૧૦ અને ૧૩ મે ના રોજ યોજાવાની હતી. CA ઇન્ટરમીડિયેટ ગ્રુપ ત્ ની પરીક્ષાઓ ૩, ૫ અને ૭ મે ના રોજ યોજાઈ હતી. ૯, ૧૧ અને ૧૪ મે ના રોજ યોજાનારી ગ્રુપ II ની પરીક્ષાઓ હવે મુલતવી રાખવામાં આવી છે. ICAI CA મે ૨૦૨૫ ની ફાઇનલ પરીક્ષાના પેપર - ૬ અને ઇન્ટરનેશનલ ટેક્સેશન - એસેસમેન્ટ ટેસ્ટના તમામ પેપર ચાર કલાકના છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
