<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

પાક સંસદમાં જ શાહબાઝ શરીફનો ફજેતોઃ સાંસદે ‘બુઝદીલ' કહયાઃ શિયાળ સાથે તેમની સરખામણી કરી

મોદીનું નામ લેતા પણ ડરે છે વડાપ્રધાન શરીફ : ભારતે ઘરમાં ઘુસીને આપણને માર માર્યો તો કાયર છૂપાઈ ગયોઃ શિયાળની સેના સિંહો સાથે સ્‍પર્ધા કરી ન શકે

ઈસ્‍લામાબાદ, તા.૯: ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે ચાલી રહેલ તણાવ હવે યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. બુધવાર રાતથી, પાકિસ્‍તાને મિસાઇલો અને ડ્રોનથી ઘણા ભારતીય શહેરો પર હુમલો કર્યો છે. ભારતે બદલો લેવાની કાર્યવાહી કરીને પાકિસ્‍તાનને અંદરથી હચમચાવી નાખ્‍યું છે. પરિસ્‍થિતિ એવી છે કે પીએમ શહબાઝ શરીફ અને પાકિસ્‍તાનના આર્મી ચીફ અસીમ મુનીરનો કોઈ પત્તો નથી, જેમણે યુદ્ધ શરૂ થાય તે પહેલાં ભારતને પરમાણુ બોમ્‍બની ધમકી આપી હતી. બંને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ દરમિયાન, પાકિસ્‍તાન સંસદમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્‍યો છે.

પાકિસ્‍તાનના સાંસદ શાહિદ અહેમદ ખટ્ટકે પીએમ શાહબાઝ શરીફને શિયાળ કહ્યા છે. નેશનલ એસેમ્‍બલીમાં બોલતા શાહિદે કહ્યું કે શાહબાઝે મોદી વિરુદ્ધ એક પણ શબ્‍દ નથી કહ્યું. નેશનલ એસેમ્‍બલીમાં બોલતી વખતે, સાંસદે કહ્યું કે પાકિસ્‍તાનના પીએમએ ભારતના પીએમ વિરુદ્ધ એક પણ શબ્‍દ નથી કહ્યું. તેમણે વધુમાં કહ્યું કે આ પરિસ્‍થિતિ જોઈને મને ટીપુ સુલતાનનો વિચાર આવી રહ્યો છે. જો કોઈ નેતા સિંહ હોય પણ તેની સેનામાં શિયાળ હોય તો તે સિંહની જેમ લડે છે, પરંતુ જો કોઈ સેનાનું નેતળત્‍વ એક શિયાળ કરે અને તેની સેનામાં સિંહ હોય તો આખી સેના શિયાળની જેમ લડે છે અને તેઓ યુદ્ધ હારી જાય છે.

પાકિસ્‍તાનના સાંસદે પીએમ શાહબાઝ શરીફને શિયાળ કહ્યા છે. આજે આપણી સેના સરહદ પર ઉભી છે પણ આપણા પીએમ ફક્‍ત મોદીનું નામ જ લઈ શકે છે, તો તેઓ આપણા સૈનિકોને શું સંદેશ આપશે?

ભારત દ્વારા વારંવાર હાર્યા બાદ, પાકિસ્‍તાનના વડા પ્રધાન હવે પોતાના જ લોકોના નિશાના પર આવી ગયા છે. પાકિસ્‍તાન સંસદમાં શાહબાઝ શરીફની તુલના શિયાળ સાથે કરવામાં આવી રહી છે. તેને કાયર કહેવામાં આવી રહ્યો છે.

પાકિસ્‍તાનની રાષ્‍ટ્રીય સભા (સંસદ)માં એક સાંસદે શાહબાઝ શરીફ પર હુમલો કર્યો અને કહ્યું કે તેમના તરફથી ભારત અંગે એક પણ નિવેદન આવ્‍યું નથી. પાકિસ્‍તાની સાંસદે કહ્યું, મને ટીપુ સુલતાનનું એક નિવેદન યાદ છે. જો કોઈ લશ્‍કર (લશ્‍કરી એકમ) હોય જેનો નેતા સિંહ હોય અને તે લશ્‍કરમાં શિયાળ હોય તો તે બધા સિંહની જેમ લડે છે. તે જ સમયે, જો સિંહોની સેનાનો નેતા શિયાળ હોય, તો તેઓ લડી શકતા નથી. તેઓ લડાઈઓ હારી જાય છે.

પાકિસ્‍તાની સાંસદો આટલેથી અટકયા નહીં. તેમણે શાહબાઝ શરીફને કાયર કહ્યા. પાકિસ્‍તાની સાંસદે વધુમાં કહ્યું કે આ ક્ષણે સરહદ પર ઉભેલા સૈનિક આશા સાથે આપણી તરફ જોઈ રહ્યા છે. દેશના વડાપ્રધાન એક અરીસો છે. તે તેની તરફ જોઈ રહ્યો છે અને વિચારી રહ્યો છે કે આપણો નેતા બહાદુરીથી લડશે. તેમણે કહ્યું કે જ્‍યારે દેશના વડાપ્રધાન કાયર હોય... જે મોદીનું નામ પણ નથી લઈ શકતા, તો તેઓ સરહદ પર ઉભેલા સૈનિકોને શું સંદેશ આપશે? (રર.૨૩)

(2:58 PM IST)