<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

ભારત સાથે ટક્કર લેવાના ચક્કરમાં પાકિસ્‍તાનના ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦ રૂપિયા સ્‍વાહા

રોકાણકારોને લગભગ ૮૨૦ અબજ રૂપિયાનું નુકસાન થયું, ૮મેના રોજ કરાચી સ્‍ટોક એક્‍સચેન્‍જમાં ૭.૨ ટકાના ઘટાડા બાદ ટ્રેડિંગ રોકી દેવામાં આવ્‍યું હતું

નવી દિલ્‍હી, તા.૯: પાકિસ્‍તાની સેના પોતાના ખોટા અભિમાન માટે ભારત સાથે લશ્‍કરી મુકાબલો વધારી રહી છે અને ત્‍યાંના લોકો તેના ખરાબ પરિણામો ભોગવી રહ્યા છે. ખાસ કરીને, ભારતની સાથે તણાવ વધ્‍યા બાદ પાકિસ્‍તાનના શેરબજારમાં કોહરામ મચાઈ ગયો છે. ગુરુવારે પણ પાકિસ્‍તાન સ્‍ટોક એક્‍સચેન્‍જમાં ઉથલ-પાથળ જોવા મળી. પાકિસ્‍તાની મીડિયા ગ્રુપ ધ ડ્રોનના રિપોર્ટ અનુસાર, કાલે પાકિસ્‍તાની ઈન્‍ડેક્‍સમાં હજુ સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો, જેનાથી રોકાણકારોને લગભગ ૮૨૦ અબજ રૂપિયાનું નુકસાન થયું. ૮મેના રોજ કરાચી સ્‍ટોક એક્‍સચેન્‍જમાં ૭.૨ ટકાના ઘટાડા બાદ ટ્રેડિંગ રોકી દેવામાં આવ્‍યું હતું. ૩ દિવસમાં ૧ અબજ રૂપિયાનું નુકસાન-પાકિસ્‍તાનના શેરબજારમાં ભારે ઘટાડાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, માત્ર ૩ કારોબારી સત્રોમાં પાકિસ્‍તાન સ્‍ટોક એક્‍સચેન્‍જની માર્કેટ કેપ ૧.૩ ખબર રૂપિયા ઘટી ગઈ છે. વાસ્‍તવમા, સૈન્‍ય તણાવ વધવા અને આર્થિક સ્‍થિતિને લઈને વધતી અનિશ્‍ચિતતાની વચ્‍ચે રોકાણકારો બજારમાંથી રૂપિયા નીકાળી રહ્યા છે. ખાસ કરીને, પાકિસ્‍તાનના ૯ આતંકી ઠેકાણાઓ પર ભારતે મિસાઈલ એટેકથી સ્‍થિતિ બગડી અને હવે ફરીથી મોટી સૈન્‍ય કાર્યવાહીના ભાગરૂપે સ્‍થિતિ વધુ ગંભીર થતી જઈ રહી છે.

બીજી તરફ, રોકડની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્‍તાનને ૧૧,૦૦૦ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ આપવા અંગે અમેરિકામાં IMFની એક મહત્‍વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. અગાઉ, ભારતે પાકિસ્‍તાનને આ બેલઆઉટ પેકેજ આપવા સામે વાંધો વ્‍યક્‍ત કર્યો હતો અને આંતરરાષ્‍ટ્રીય નાણાકીય ભંડોળને તેના પર વિચાર કરવા કહ્યું હતું. ભારતનો આરોપ છે કે, પાકિસ્‍તાન આ પૈસા દેશના વિકાસના નામે લે છે પરંતુ તેનો ઉપયોગ આતંકવાદીઓને મદદ કરવા માટે કરે છે.

જો, IMF આ બેલઆઉટ પેકેજ આપવાની ના પાડે છે, અથવા વિલંબ કરે છે, તો તે પાકિસ્‍તાનની અર્થવ્‍યવસ્‍થા માટે મોટો ફટકો હશે અને તેની અસર સીધી શેરબજાર પર પણ દેખાશે.

(3:23 PM IST)