હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતની એરસ્ટ્રાઇકથી ડોન દાઉદ ગભરાયો : કરાંચી છોડી ભાગી ગયો

કરાંચી, તા.૯: છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાન સામે ભારતની ઝડપી કાર્યવાહીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ઊંઘ ઉડાડી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દાઉદ ઇબ્રાહિમ ભારતના હવાઈ હુમલાના ડરથી કરાચીથી ભાગી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દાઉદ ઇબ્રાહિમની સાથે તેના સાથી અનીસ અને છોટા શકીલ પણ કરાચી છોડી ગયા છે. ભારતની લશ્કરી કાર્યવાહીને કારણે, દાઉદ ઇબ્રાહિમ તેના સાથીદારો સાથે પોતાનો જીવ બચાવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે ૭ મેની રાત્રે, ભારતીય સેના અને વાયુસેનાની જોડીએ ચૂપચાપ એ કર્યું જે ૧૯૭૧ પછી કયારેય બન્યું ન હતું. ભારતીય સેનાએ મંગળવાર-બુધવારની રાત્રે ૨૫ મિનિટ સુધી ચાલેલા ઁઓપરેશન સિંદૂરઁ હેઠળ પાકિસ્તાનમાં ૯ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. ભારતીય સેના, વાયુસેના અને વિદેશ મંત્રાલયે સંયુક્ત પ્રેસ બ્રીફિંગ દ્વારા આ હવાઈ હુમલાની માહિતી આપી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
