હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચંડીગઢ અને મોહાલીમાં રાત્રે ૮ થી સવારે ૬ બજારો બંધ : પાકિસ્તાની હુમલાના ખતરાને પગલે તકેદારી
ડિપ્ટી કમિશનરનો આદેશ : દુકાનો બહારના સ્ટોલ અને હોર્ડિંગની લાઈટો પણ બંધ રાખવા સૂચના : જમ્મુ અને કટરા માટે CTU બસ સેવા બંધ : કોલેજોમાં પરીક્ષાઓ મોકૂફ

ચંડીગઢ/મોહાલી: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ચંડીગઢ અને મોહાલી જિલ્લા વહીવટી તંત્રએ સુરક્ષાના કારણોસર મહત્વપૂર્ણ પગલાં લીધા છે. ડિપ્ટી કમિશનર કોમલ મિત્તલે આદેશ જારી કર્યો છે કે મોહાલી શહેરના તમામ બજારો રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી બંધ રહેશે. આ નિર્ણય હેઠળ દુકાનોની બહાર લાગેલા સ્ટોલ, સીસીટીવી કેમેરા અને હોર્ડિંગ્સની લાઈટો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ દુકાનદાર આ આદેશોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અને પીસીઆર ટીમોને આ આદેશોનું સખતપણે પાલન કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત લાઉડસ્પીકર દ્વારા લોકોને સમયાંતરે આ અંગે માહિતી આપવામાં આવી રહી છે.
પાકિસ્તાન તરફથી ડ્રોન એલર્ટ મળ્યા બાદ ચંડીગઢ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ (CTU)એ જમ્મુ અને કટરા માટેની પોતાની બસ સેવાઓ તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે. જેના પગલે ચંડીગઢ અને આસપાસના વિસ્તારોમાંથી કોલેજના વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે જવા લાગ્યા છે. શુક્રવારે ચંડીગઢના ૪૩ બસ સ્ટેન્ડ પર ભારે ભીડ જોવા મળી હતી અને શહેરના ઘણા વિસ્તારોના રસ્તાઓ સૂમસામ બની ગયા હતા.
આ ઉપરાંત ચંડીગઢના મોહાલી જિલ્લાની ઘણી મોટી કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ પણ પોતાના હોસ્ટેલ છોડીને ઘરે પરત ફરી રહ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમની પરીક્ષાઓ મોકૂફ કરી દેવામાં આવી છે અને તેમને સૂચના આપવામાં આવી છે કે જે કોઈ ઘરે જવા માંગે છે તે જઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સ્થિતિ અસામાન્ય અને તણાવપૂર્ણ છે કારણ કે તેઓ હવે આગામી પરીક્ષાના સમયપત્રકની રાહ જોઈ રહ્યા છે.
આ સાથે જ ચંડીગઢ વહીવટી તંત્રએ રાશન અને અન્ય જરૂરી ચીજવસ્તુઓની સંગ્રહખોરી પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. ડીસી નિશાંત યાદવે આ આદેશ લાગુ કર્યો છે, જેના હેઠળ કોઈ પણ વ્યક્તિ કે વેપારી ખાદ્ય સામગ્રીનો સ્ટોક નહીં કરી શકે. જો ક્યાંય પણ મોંઘી વસ્તુઓ વેચવામાં આવી રહી હોય તો નાગરિકો તેની ફરિયાદ સેક્ટર-૧૭ સ્થિત કન્ઝ્યુમર અફેર્સ અને લીગલ મેટ્રોલોજી વિભાગમાં કરી શકે છે. ફરિયાદ માટે ૦૧૭૨-૨૭૦૩૯૫૬ પર સંપર્ક કરી શકાય છે. આ આદેશ ૯ મે ૨૦૨૫ થી લઈને ૭ જુલાઈ ૨૦૨૫ સુધી અમલમાં રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
