હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

How Indian Drones Reached Rawalpindi ? pic.twitter.com/mEIlZCu3Oi
— Dr. Qamar Cheema (@Qamarcheema) May 8, 2025
ઇસ્લામાબાદ: ભારતના 'ઓપરેશન સિંદૂર'થી ભડકેલા પાકિસ્તાને ગત રાત્રે ભારતના ઘણા વિસ્તારોમાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ ફરી એકવાર પાડોશી દેશને ધૂળ ચટાડી દીધી હતી. હવે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે આ અંગે એક હાસ્યાસ્પદ પ્રતિક્રિયા આપી છે.
ખ્વાજા આસિફે પાકિસ્તાની સંસદમાં કહ્યું હતું કે ગત રાત્રે જે ડ્રોન હુમલો થયો હતો, તે હકીકતમાં અમારી લોકેશન શોધવા માટે કરવામાં આવ્યો હતો. આ ખૂબ જ ટેકનિકલ બાબત છે, તેથી હું તેને તે રીતે સમજાવી શકતો નથી. પરંતુ અમારી લોકેશન લીક ન થાય, તેને શોધી ન લેવાય, તેથી અમે તેમને અટકાવ્યા નહીં. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે આ ડ્રોન એક સુરક્ષિત મર્યાદામાં આવી ગયા ત્યારે અમે તેમને તોડી પાડ્યા.
પાકિસ્તાની નિષ્ણાત ડો. કમર ચીમાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે બધા પૂછી રહ્યા છે કે આ ડ્રોન રાવલપિંડી સુધી કેવી રીતે પહોંચ્યા? અમે તેમને કેમ અટકાવ્યા નહીં? અમે તેમને અટકાવ્યા હતા. પરંતુ એન્ગેજમેન્ટ પછી તરત જ અમારા વેપન સિસ્ટમનું વોર્નિંગ સિસ્ટમ ઓન થઈ ગયું હતું. તેનો અર્થ એ છે કે તે ડિટેક્ટ થઈ ગયું હતું, જેને અમારે પછી શિફ્ટ કરવું પડ્યું. આ જે ડ્રોન આવી રહ્યા છે, તે ઇએમએસ માઉન્ટેડ છે. તેમનો હેતુ એ છે કે તે અમારા ગ્રાઉન્ડ બેઝ ડિફેન્સની માહિતી મેળવે અને પછી તે અમારી લોકેશનને તેમના કમાન્ડ સેન્ટરમાં ટ્રાન્સમિટ કરી દે, જેના કારણે અમારી લોકેશનની ખબર પડી ગઈ.
નોંધનીય છે કે પાકિસ્તાને ઓપરેશન સિંદૂરનો બદલો લેવા માટે ૮ અને ૯ મેની રાત્રે ભારતની પશ્ચિમી સરહદ પર એક સાથે ઘણા હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન તરફથી ડ્રોન અને અન્ય હથિયારો દ્વારા ભારતીય સરહદોને નિશાન બનાવવામાં આવી હતી. આ સાથે જ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર ઘણી વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
સેનાએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર હેઠળ તમામ ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નષ્ટ કરી દેવામાં આવ્યા અને સીઝફાયર ઉલ્લંઘનોનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. સેનાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારતીય સરહદોની રક્ષા માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવશે અને કોઈપણ નાપાક ઈરાદાઓને સહન કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે આતંકવાદ સામે ભારતના ઓપરેશન સિંદૂરથી ભડકેલા પાકિસ્તાને ગુરુવારે જમ્મુ કાશ્મીરથી લઈને જેસલમેર સુધી હિન્દુસ્તાનના લગભગ ૧૫ શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ આ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા હતા.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM