હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

નવી દિલ્હી :સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાતા કેટલાક વોકી-ટોકી ઉપકરણો સામે કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપકરણોમાં ઓપરેટિંગ ફ્રીક્વન્સી, લાઇસન્સિંગ માહિતી અને ઇક્વિપમેન્ટ ટાઇપ એપ્રુવલ (ETA) જેવી મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી રહી નથી.
આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે આમ કરવું ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019, ભારતીય ટેલિગ્રાફ અધિનિયમ 1885, વાયરલેસ ટેલિગ્રાફી અધિનિયમ 1933 અને કેટલાક નિયમોનું ઉલ્લંઘન છે.
CCPA આ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા, ગ્રાહક સુરક્ષા વધારવા અને ડિજિટલ માર્કેટપ્લેસને ન્યાયી રાખવા માટે માર્ગદર્શિકા ઈશ્યુ કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે સરકારે આ પગલું ભર્યું છે.
કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ નિર્ણય અંગે સંપૂર્ણ માહિતી શેર કરી છે. હકીકતમાં કેટલીક એવી વોકી-ટોકી ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાઈ રહી છે જેમાં તે કઈ ફ્રીક્વન્સી પર કામ કરે છે તેનો ઉલ્લેખ નથી. આ ઉપરાંત આ માટે લાઈસનસ છે કે નહીં અને શું તેમને સરકાર પાસેથી મંજૂરી મળી છે કે નહીં તે પણ દર્શાવવામાં આવતું નથી.
બિન-અનુપાલન વાળા વાયરલેસ ઉપકરણોનું વેચાણ પણ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ બની શકે છે. માટે CCPA એ આ પગલું ભર્યું છે. તમામ વિક્રેતાઓને નિયમોનું પાલન કરવા કહેવામાં આવ્યું છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM