હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજસ્થાનના બાડમેરમાં સાંજે 5 વાગ્યાથી બજારો બંધ:સાંજના 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ રહેશે
કોઈપણ વાહનની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ટૂ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર વ્હીલર પર આખી રાત પ્રતિબંધ રહેશે: આતશબાજી પર સંપૂર્ણ પ્રતિબંધ

બાડમેર :ઓપરેશન સિંદૂર બાદ બદલાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બાડમેરમાં શુક્રવારે સાંજે 5 વાગ્યાથી બજારો બંધ થઈ જશે. સાંજના 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ રહેશે. આ દરમિયાન તમામ લાઇટો બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈપણ વાહનની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ટૂ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર વ્હીલર પર આખી રાત પ્રતિબંધ રહેશે
ડિફેન્સ એરિયાના 5 કિલોમીટરના દાયરામાં નો-એન્ટ્રી રહેશે. કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ જોવા મળે તો સખત કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લામાં ડ્રોનના સંચાલન પર પ્રતિબંધ રહેશે. એટલે કે જિલ્લામાં કોઈ ડ્રોન ઉડાડી શકાશે નહીં. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને આ પગલું ભર્યું છે.
જિલ્લામાં ડ્રોન સંચાલકોને સંબંધિત પોલીસ સ્ટેશનમાં ડ્રોન જમા કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જો કોઈ ડ્રોન જમા નહીં કરાવે તો કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટ ટીના ડાબીએ આદેશ જારી કર્યો છે. જિલ્લામાં આતશબાજી પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. 9 મેથી 7 જુલાઈ સુધી આ પ્રતિબંધ લાગુ રહેશે. તમામ નાગરિકો માટે આ આદેશોનું પાલન કરવું ફરજિયાત રહેશે
શંકાસ્પદ વ્યક્તિઓ પર ખાસ નજર જિલ્લા વહીવટીતંત્રે શંકાસ્પદો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે. નાગરિકોને સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ અંગે તાત્કાલિક સરકારને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. આ પગલામાં સુરક્ષાના કારણોસર સમગ્ર જિલ્લામાં સામૂહિક સહયોગનું આહ્વાન કરાયું છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
