<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

"ટીવી૯ ગુજરાતી" બની ગુજરાતની નંબર ૧ ન્યૂઝ ચેનલ

અમદાવાદ: ટીવી૯ ગુજરાતીએ ગુજરાતના ન્યૂઝ મીડિયા ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ટીવી૯ ગુજરાતીએ ૨૧% વ્યૂઅરશિપ શેર સાથે રાજ્યની નંબર ૧ ન્યૂઝ ચેનલ તરીકે સ્થાન મેળવ્યું છે. આ સફળતા ટીવી૯ ગુજરાતીની નિષ્પક્ષ, નીડર અને વિશ્વસનીય પત્રકારત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પરિણામ હોવાનું જણાવાયું છે.

ટીવી૯ ગુજરાતીના સિનિયર એસોસિયેટ એડિટર મૌલિક મહેતાએ આ ઉપલબ્ધિ બદલ દર્શકો અને સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું, "અમારા દર્શકોનો વિશ્વાસ અને સમર્થન અમારી સૌથી મોટી તાકાત છે. અમે હંમેશા સત્ય અને નિષ્પક્ષ સમાચારો પહોંચાડવા માટે પ્રતિબદ્ધ રહીશું."

ટીવી૯ ગુજરાતીએ અન્ય મોટી ચેનલોને પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું છે. ટીવી૯ નેટવર્કની ડિજિટલ હાજરીએ લગભગ ૧૦૦ મિલિયન યુનિક યુઝર્સ સુધી પહોંચવાનો રેકોર્ડ બનાવ્યો છે, જેમાં ટીવી૯ ગુજરાતીનો પણ મોટો ફાળો છે.

ટીવી૯ ગુજરાતી ૨૦૦૭માં અમદાવાદથી શરૂ થયેલી આ ચેનલ ૨૪ કલાક ગુજરાતી ભાષામાં સમાચાર પ્રસારિત કરે છે અને ઇન્ટેલસેટ ૨૦ પર ફ્રી-ટૂ-એર ઉપલબ્ધ છે. ચેનલની લોકપ્રિયતાએ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બીએઆરસી) ડેટા અનુસાર ટોચનું સ્થાન મેળવ્યું છે.

ચેનલે રાજ્યના રાજકારણ, રમતગમત, મનોરંજન, આરોગ્ય અને અન્ય મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વકના અહેવાલો આપીને દર્શકોના દિલ જીત્યા છે.

(11:27 PM IST)