News of Friday, 9th May 2025
બબીતાજીએ ભારતીય સેનાના બહાદુર સૈનિકો ના વખાણ કર્યા
મુનમુન દત્તાએ આ અંગે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી : લખ્યું કે , 'કોઈ પણ યુદ્ધ ઇચ્છતું નથી, પરંતુ કોઈએ પણ વર્ષો આતંકના પડછાયા હેઠળ વિતાવવા જોઈએ નહીં

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ગઈકાલે રાત્રે પાકિસ્તાને ભારતના પંજાબ, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનના વિસ્તારોમાં હુમલો કર્યો હતો. પરંતુ ભારતીય સેનાના બહાદુર સૈનિકોએ યોગ્ય જવાબ આપ્યો અને પાકિસ્તાની લડાકુ વિમાનોને તોડી પાડ્યા હતા. હવે આખો દેશ ભારતીય સેનાની આ બહાદુરી પર ગર્વ અનુભવી રહ્યો છે. તે જ સમયે સેના હજુ પણ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવાનું વિચારી રહી છે અને આખો દેશ તેના સમર્થનમાં ઉભો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા જી તરીકે પ્રખ્યાત અભિનેત્રી મુનમુન દત્તાએ પણ પોતાની સેનાના સમર્થનમાં એક પોસ્ટ શેર કરી છે. મુનમુન દત્તાએ આ અંગે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે અને ભારતીય સેનાના બહાદુર સૈનિકોની પ્રશંસા કરી છે. મુનમુન દત્તાએ લખ્યું, 'કોઈ પણ યુદ્ધ ઇચ્છતું નથી, પરંતુ કોઈએ પણ વર્ષો આતંકના પડછાયા હેઠળ વિતાવવા જોઈએ નહીં.' હું ઈચ્છું છું કે ભારતીય સેનાના દરેક સૈનિક સુરક્ષિત ઘરે પાછા ફરે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યા હતા. જે બાદ પાકિસ્તાન ગુસ્સે ભરાયું અને ભારતના જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને પંજાબ પર હુમલો કર્યો હતો. જોકે, સેનાએ પાકિસ્તાની હુમલાઓનો યોગ્ય જવાબ આપ્યો અને 36 સ્થળોએ ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી છે. પાકિસ્તાન હજુ પણ પોતાના દુષ્ટ ઇરાદા છોડતું નથી અને લડાઈની સ્થિતિ ચાલુ છે. આ યુદ્ધની સ્થિતિમાં બોલિવૂડ સ્ટાર્સ પણ હવે ભારતીય સેનાના સમર્થનમાં પોસ્ટ કરી રહ્યા છે.
ભારતીય સેના સતત પાકિસ્તાનને પાઠ ભણાવવાના મૂડમાં જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં હાજર આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. આ સાથે પાકિસ્તાનના હુમલાઓનો પણ યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો છે. ભારતના હુમલા પછી પાકિસ્તાનના અનેક શહેરોમાં ગભરાટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને દુશ્મન સેના ગભરાઈ ગઈ છે. ભારતીય મિસાઇલોએ પાકિસ્તાની શહેરોની સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો છે. યુદ્ધની પરિસ્થિતિ હજુ પણ યથાવત છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
