<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

'ઓપરેશન સિંદૂર'ની સફળતા બાદ વડાપ્રધાન મોદીની ત્રણેય સેના પ્રમુખો સાથે મહત્વની બેઠક :ડ્રોન હુમલા નિષ્ફળ બનાવ્યા બાદ આગળની રણનીતિ પર ચર્ચા

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ બેઠકમાં હાજર : સરહદ પરની સ્થિતિ અને સુરક્ષા અંગે સમીક્ષા

નવી દિલ્હી: ૮ મેની રાત્રે, પાકિસ્તાને ભારતના અનેક શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેમાં નાગરિકો અને લશ્કરી વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા. ભારતે આ બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. તે પછી, લાહોર, કરાચી અને અન્ય શહેરો પર બદલો લેવાના હુમલા કરવામાં આવ્યા.

પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ત્રણેય સેનાના વડાઓ, સીડીએસ અનિલ ચૌહાણ અને એનએસએ અજિત ડોભાલ હાજર છે. પાકિસ્તાન સામે આગળની રણનીતિ અંગે બેઠકમાં કોઈ નક્કર નિર્ણય લેવામાં આવી શકે છે.

(7:46 PM IST)