<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

પાકિસ્તાનને વધુ એક ફટકો : યુએઈએ પાકિસ્તાન સુપર લીગના બાકીના મેચોની યજમાની કરવાની પરવાનગી નકારી

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા સરહદી તણાવને કારણે સુરક્ષા કારણોનો હવાલો : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની યોજનાને મોટો ઝટકો

દુબઈ: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની પાકિસ્તાન સુપર લીગ (PSL)ના બાકીના મેચો સંયુક્ત અરબ અમીરાત (UAE)માં યોજવાની યોજનાને મોટો ફટકો લાગી શકે છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB)એ સુરક્ષા કારણોનો હવાલો આપતા PSL મેચોની યજમાની કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કરવાના સંકેત આપ્યા છે.
ECB સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા સરહદી તણાવને જોતા "સુરક્ષા ચિંતાઓ"ને કારણે આ નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે PCBએ પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે PSLના બાકીના મુકાબલા UAEમાં યોજાશે, પરંતુ અમીરાત ક્રિકેટ બોર્ડ આ અંગે પોતાની સંમતિ આપવા તૈયાર દેખાઈ રહ્યું નથી.
આ નિર્ણયની PSLના કાર્યક્રમ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર અસર પડી શકે છે, ખાસ કરીને જ્યારે ભારત-પાકિસ્તાનના સંબંધો પહેલાથી જ તણાવપૂર્ણ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. યુએઈના આ નિર્ણયથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો લાગ્યો છે અને હવે તેઓ અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે.

(8:20 PM IST)