હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાનને મદદ કરનારા તુર્કી અને અઝરબૈજાન હવે ભારતીયોની ઝપટે ચડશે : હજારો કરોડોનું નુકશાન થશે
તુર્કી અને અઝરબૈજાનના પ્રવાસન ક્ષેત્રમાં ભારતીયોનું મોટું યોગદાન :પ્રવાસીઓ આ બંને દેશોના પગલાથી અત્યંત ગુસ્સામાં છે અને મોટી સંખ્યામાં બુકિંગ રદ કરવાનું શરૂ કરી દીધું

નવી દિલ્હી :પહેલગામમાં પાકિસ્તાનના આતંકવાદી હુમલા બાદ સમગ્ર વિશ્વ ભારતની કાર્યવાહીને સમર્થન આપી રહ્યું છે ત્યારે તુર્કી અને અઝરબૈજાન જેવા દેશોએ તેની સામે અવાજ ઉઠાવ્યો છે. બંને દેશો પાકિસ્તાનને ટેકો આપીને ફસાઈ ગયા છે અને હવે બંને ભારતના ગુસ્સાનો સામનો કરી રહ્યા છે. તુર્કી અને અઝરબૈજાનને પાકિસ્તાનને ટેકો આપવા બદલ ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. બંને દેશોને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 3.3 લાખ ભારતીયોએ ફક્ત તુર્કીમાં જ પ્રવાસન વિઝા લીધા હતા.વર્ષ 2023માં 2.74 લાખ મુસાફરો કરતા 20.7 ટકા વધુ છે. તુર્કી ભારતીયો માટે ઝડપથી વિકસતું પ્રવાસન બજાર છે. એવી જ રીતે ગયા વર્ષે અઝરબૈજાનમાં 2.43 લાખ ભારતીયો આવ્યા હતા. જે વર્ષ 2023ની સરખામણીમાં 108 ટકાનો વધારો દર્શાવે છે.
ભારત તુર્કી અને અઝરબૈજાનના પ્રવાસન ક્ષેત્રમાં મોટું યોગદાન આપી રહ્યુ છે. બંને દેશોમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા પણ વર્ષ-દર-વર્ષે વધી રહી છે. પરંતુ પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય ટ્રાવેલ કંપનીઓ અને પ્રવાસીઓ આ બંને દેશોના પગલાથી અત્યંત ગુસ્સામાં છે અને મોટી સંખ્યામાં બુકિંગ રદ કરવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાંથી લાખો પ્રવાસીઓએ તુર્કી અને અઝરબૈજાનની મુલાકાત લીધી છે. જેના પરિણામે બંને દેશોને અબજો રૂપિયાની કમાણી થઈ છે.
ઓનલાઈન ટૂર બુકિંગ કંપનીના એક ઓનરે માહિતી આપી છે કે અમે તુર્કી અને અઝરબૈજાન માટે તમામ ટ્રાવેલ બુકિંગ બંધ કરી દીધા છે. બંને દેશોએ નાગરિકો પર કોઈ ટિપ્પણી કરી ન હતી, પરંતુ તેમણે ચોક્કસપણે ભારતની નીતિઓ અને રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ વાત કરી હતી. તેથી એક ભારતીય ટ્રાવેલ કંપની હોવાને કારણે આપણી પહેલી ફરજ ભારતીય પ્રવાસીઓ અને દેશ પ્રત્યેની છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
