<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

ભારતનું ‘ઓપરેશન સિંદૂર’ વધુ આક્રમક બનવાના એંધાણ : દિલ્લીમાં હાઇલેવલ બેઠકોનો દોર:4 મંત્રાલયની 4 મોટી બેઠકો

હુમલા બાદની સ્થિતિ અને નાગરિકોની સુરક્ષાની કરી સમીક્ષા :આર્મી ચીફને વિશેષ અધિકાર આપવામાં આવ્યો:

નવી દિલ્હી :ભારતનું ‘ઓપરેશન સિંદૂર’ વધુ આક્રમક બનવાના એંધાણ છે. રાજધાની દિલ્લીમાં હાઇલેવલ બેઠકોનો દોર ચાલુ છે. ભારત સરકારના 4 મંત્રાલયની 4 મોટી બેઠકો મળી. સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે  ઉચ્ચસ્તરીય બેઠક યોજી. CDS અનિલ ચૌહાણ અને ત્રણેય સૈન્ય પ્રમુખ સાથે બેઠક યોજી. ગૃહપ્રધાન અમિતભાઈ  શાહે BSF અને CISFના DG સાથે બેઠક યોજી. બોર્ડર પર હુમલા બાદની સ્થિતિ અને નાગરિકોની સુરક્ષાની કરી સમીક્ષા. આરોગ્યપ્રધાન જેપી નડ્ડાએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી. દેશની હોસ્પિટલોમાં સારવાર, સુવિધા અને દવાની સ્થિતિ અંગે સમીક્ષા કરી. હતી

આર્મી ચીફને વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે. તે જરુર પડે તો ટેરિટોરિયલ આર્મી બોલાવી શકે છે.  તે નિયમિત સેનાને મદદ માટે બોલાવી શકે છે.

 

(9:38 PM IST)