હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 9th May 2025
ભારત-પાકિસ્તાન તણાવને કારણે પશ્ચિમ બંગાળમાં વહેલી રજાઓ જાહેર
ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલી ચેતવણીઓ અને સંભવિત સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય

કોલકતા : ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. બીજી તરફ, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની અસર શાળાઓ પર પણ પડી છે. ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલી ચેતવણીઓ અને સંભવિત સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યભરની તમામ શાળાઓમાં ઉનાળાની રજાઓ અગાઉથી કરવાનો નિર્ણય લીધો છે.
પહેલા આ રજાઓ 16 મેથી શરૂ થવાની હતી, પરંતુ હવે મમતા બેનર્જી સરકારે 9 મે, 2025 થી તેનો અમલ કરવાનો આદેશ આપ્યો છે. સલામતીને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે આ પગલું લેવામાં આવ્યું છે. આ ઉપરાંત, અન્ય રાજ્યોમાં પણ સ્થાનિક વહીવટીતંત્રે સુરક્ષા કારણોસર શાળાઓને 2-3 દિવસ બંધ રાખવાના નિર્દેશો જારી કર્યા છે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
