<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

ભારતીય સુરક્ષા દળોએ ફરી પાકિસ્તાનને હવાઈ હુમલામાં ધૂળ ચટાડી : તમામ ડ્રોન તોડી પડાયા : રાજસ્થાનમાં ૩૦ જેટલા ડ્રોન હુમલા નિષ્ફળ

જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં સરહદી વિસ્તારોમાં પાકિસ્તાનની બીજા દિવસે પણ નાપાક હરકત : જેસલમેર, બાડમેર, ફલોદી અને પોકરણમાં ડ્રોન હુમલાના પ્રયાસો નિષ્ફળ : અખનૂરમાં બ્લેકઆઉટ વચ્ચે એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય

નવી દિલ્હી/જયપુર: ભારતના સુરક્ષા દળો અને એર ડિફેન્સ સિસ્ટમે એકવાર ફરી પાકિસ્તાનને હવાઈ હુમલામાં કારમી હાર આપી છે. પાકિસ્તાન દ્વારા ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ બનાવવામાં આવ્યા છે અને તેમના તમામ ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. હાલમાં કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી અને તમામ સ્થળો સુરક્ષિત છે.
પાકિસ્તાને સતત બીજા દિવસે પોતાની નાપાક હરકત ચાલુ રાખી છે. જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં સરહદને અડીને આવેલા વિસ્તારોમાં ફરીથી ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. રાજસ્થાનના જેસલમેર, બાડમેરનું ઉતરલાઈ, ફલોદી અને પોકરણમાં ડ્રોન દ્વારા હુમલો કરવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ ભારતીય સુરક્ષા દળોએ આ તમામ ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હતા. અત્યાર સુધીમાં રાજસ્થાનમાં લગભગ ૩૦ જેટલા ડ્રોન હુમલાના પ્રયાસો થયા છે, જે તમામ નિષ્ફળ રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં બ્લેકઆઉટ વચ્ચે ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા પાકિસ્તાની ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવ્યા હતા. ભારતીય સુરક્ષા દળોની આ સતર્કતા અને તાત્કાલિક કાર્યવાહીને કારણે પાકિસ્તાનના કોઈપણ મનસૂબા સફળ થયા નથી. સમગ્ર સરહદી વિસ્તારમાં સુરક્ષા દળો એલર્ટ પર છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે.

 

(9:47 PM IST)