હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારત- પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં બ્લેકઆઉટ :સરહદી વિસ્તારોમાં સુરક્ષા જવાનો એલર્ટ
કચ્છના ભુજ, જખૌ, નલિયા અને ગાંધીધામમાં નાગરિકોએ જાતે જ અંધારપટ કરી નાંખ્યું: દુકાનો,રેકડીયો અને રેસ્ટોરન્ટ બંધ કરી દેવાયા

ભારત-પાકિસ્તાન ઘર્ષણ વચ્ચે ગુજરાતમા સરહદી વિસ્તારોમાં બ્લેક આઉટ જાહેર કરાયું છે. પાટણ, બનાસકાંઠા અને કચ્છમા બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠામાં સાંતલપુરના સરહદી ગામોમાં બ્લેક આઉટ જાહેર કરાયું છે. બનાસકાંઠાના 24 ગામોમાં બ્લેક આઉટ જાહેર કરાયું છે. કચ્છમાં આગળની સૂચના ના મળે ત્યાં સુધી બ્લેક આઉટ જાહેર કરાયું છે.
પાકિસ્તાને ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાતમા સરહદી વિસ્તારોમાં સુરક્ષા જવાનો એલર્ટ મોડમાં આવી ગયા છે. કચ્છના ભુજ, જખૌ, નલિયા અને ગાંધીધામમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજીતરફ બનાસકાંઠાના સરહદી વિસ્તારના અનેર ગામોને હાઇએલર્ટ કરીને બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, જમ્મુ સહિતના વિસ્તારોમાં પાકિસ્તાને ડ્રોનથી હુમલો કરવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન ગુજરાતમાં કચ્છમાં સ્વયંભૂ બ્લેક આઉટ કરવામાં આવ્યું છે. કચ્છના ભુજ, જખૌ, નલિયા અને ગાંધીધામમાં નાગરિકોએ જાતે જ અંધારપટ કરી નાંખ્યું છે. દુકાનો,રેકડીયો અને રેસ્ટોરન્ટ બંધ કરી દેવાયા છે. લોકોએ વાહનોની લાઈટો પણ બંધ કરી દીધી છે.
પાકિસ્તાન દ્વારા ડ્રોનથી હુમલો કરવામાં આવતા ભારતે તમામ એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દીધી છે. ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે ડ્રોન તોડી પાડ્યા છે. પાકિસ્તાનના ડ્રોનને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ તોડી રહી છે.જમ્મૂના કઠુઆમાં પાકિસ્તાનનું ડ્રોન તોડી પડાયું છે.
રાજકોટમાં હિરાસર એરપોર્ટ સિવિલ ફ્લાઈટ માટે 15 મે 2025 સુધી બંધ રહેશે. અગાઉ 10 તારીખ સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. મિલીટ્રી ઓપરેશન માટે 24 કલાક એરપોર્ટ ચાલુ રહેશે
પાકિસ્તાને અંધારૂ થતાં જ પોતાની નાપાક હરકત શરૂ કરી દીધી છે. જમ્મુમાં સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાને જમ્મુ, નૌશેરા, સાંબા અને પોખરણમાં ડ્રોનથી હૂમલો કર્યો છે.જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
