હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદરમાં રાષ્ટ્રીય એકતાના શપથ 1:07 PM

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે, કારણ કે પાકિસ્તાને ફરી એકવાર ભારત પર ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને જમ્મુ, સાંબા અને પઠાણકોટ સેક્ટરમાં ડ્રોન મોકલ્યા હતા, પરંતુ ભારતીય સેનાએ તેમને હવામાં જ નષ્ટ કરી દીધા હતા. ફિરોઝપુર અને પઠાણકોટ સરહદ પર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા મિસાઇલ હુમલાને પણ હવામાં જ નષ્ટ કરવામાં આવ્યો હતો.
જૈસલમેરના પોખરણમાં પણ પાકિસ્તાને ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવ્યો. આ સમયે સમગ્ર જૈસલમેર બ્લેકઆઉટમાં છે. સાંબામાં વિસ્ફોટોના અવાજ સંભળાયા, જ્યારે ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ બ્લેકઆઉટ વચ્ચે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા. અખનૂરમાં પણ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા.
પાકિસ્તાન નાગરિક વિમાનોને ઢાલ બનાવીને હુમલો કરી રહ્યું છે. પાકિસ્તાનના પીઆઈએ, બ્લુ એર એરલાઇનના વિમાનો પાકિસ્તાની એર સ્પેસમાં છે. આવી સ્થિતિમાં, જો ભારત હવાઈ જવાબ આપે છે, તો નાગરિક વિમાનો ભૂલથી નિશાન બની શકે છે.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે ગુરુવાર (8 મે 2025) ની રાત્રે ભારતીય સંસ્થાઓને નિશાન બનાવવાની પાકિસ્તાનની કોશિશનો યોગ્ય અને પર્યાપ્ત જવાબ આપવામાં આવ્યો. વિંગ કમાન્ડર વ્યૉમિકા સિંહે કહ્યું કે પાકિસ્તાને ભારતીય સૈન્ય સંસ્થાઓને નિશાન બનાવવા માટે ગુરુવારની રાત્રે લેહથી સર ક્રિક સુધી 36 જગ્યાઓ પર 300 થી 400 ડ્રોન મોકલ્યા હતા.
જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનના ઘણા શહેરોમાં શુક્રવારે રાત્રે જોરદાર ધડાકાના અવાજ સંભળાયા હતા. આને ધ્યાનમાં રાખીને શહેરોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યો હતો અને યુદ્ધના સાયરન વગાડવામાં આવ્યા હતા. લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ બહાર ન નીકળે અને સુરક્ષિત સ્થળો પર જ રહે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોરબંદરમાં રાષ્ટ્રીય એકતાના શપથ 1:07 PM