<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

ભારતના 'ઓપરેશન સિંદૂર'થી રઘવાયા પાકિસ્તાનના સતત ઉંબાડિયા વચ્ચે પીએમ મોદીની ત્રણેય સેનાધ્યક્ષ સાથે મુલાકાત

પાકિસ્તાન દ્વારા LoC પર સતત ફાયરિંગ: ઉરી અને પૂછ સેક્ટરમાં સતત ગોળીબાર : સરહદી રાજ્યોમાં ડ્રોન હુમલાના પ્રયાસ : ભારતીય સેના નાપાક ઇરાદાને નિષ્ફ્ળ બનાવ્યા

ભારતના 'ઓપરેશન સિંદૂર'થી ધુઆંપુઆં થયેલા પાકિસ્તાને ગુરુવારે રાત્રે ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં ઘણા સૈન્ય ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઇલ હુમલાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતે S-400 એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા આ હુમલાને સફળ થવા દીધા નહીં. સાથે જ ભારતીય સેનાએ પાકિસ્તાનના આ હુમલાનો જડબાતોડ જવાબ પણ આપ્યો. ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા ઘણા આતંકીઓનો ખાત્મો કરી નાખ્યો છે. તો આતંકીઓના અડ્ડા પણ તોડી નાખ્યા છે. આટલું - આટલું નુકસાન થયું હોવા છતાં પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઈ રહ્યું.

પાકિસ્તાન દ્વારા LoC પર સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા સરહદ પારથી એકવાર ફરી ફાયરિંગ શરૂ કરવામાં આવી છે. ઉરી સેક્ટરમાં શુક્રવારે સાંજે સીઝફાયર ઉલ્લંઘની ઘટના સામે આવી છે, જ્યાં પાકિસ્તાન તરફથી અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે સરહદને અડીને આવેલા ગામડાઓમાં દહેશતનો માહોલ છે અને લોકો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જઈ રહ્યા છે.

પાકિસ્તાન તરફથી પૂંછ સેક્ટરમાં પણ સરહદ પારથી ફરી એકવાર ફાયરિંગ શરૂ થઈ ગઈ છે. લોન્ગ રેન્જ આર્ટિલરી શેલ્સે લાઈન ઓફ કંટ્રોલની પાસે 2 સ્થળોએ હુમલા કર્યા, જેના કારણે આ વિસ્તારમાં તણાવ વધી ગયો છે. સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, બે આર્ટી શેલ પુંછમાં પડ્યા હોવાના સમાચાર મળ્યા છે. જોકે, હજુ સુધી કોઈપણ પ્રકારના જાનમાલના નુકસાનની પુષ્ટી થઈ નથી.

પાકિસ્તાન સાથે તણાવની સ્થિતિ વચ્ચે વડાપ્રધાનના નિવાસ સ્થાને ત્રણેય સેનાધ્યક્ષોની પીએમ મોદીની સાથે બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં નેવી ચીફ, એરફોર્સ ચીફ અને આર્મી ચીફની સાથે જ CSD પણ હાજર છે. થોડીવાર પહેલા જ MEAની પ્રેસ કોન્ફરન્સ પણ થઈ હતી. આ મહત્વની બેંઠકમાં NSA અજીત ડોભાલ પણ હાજર છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ બેઠકમાં સામેલ થવા માટે થોડીવાર પહેલા જ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા છે.

 

(11:00 PM IST)