હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુનીરની મથરાવટી મેલી :ભારતને ફસાવવા જાળ પાથરી પણ ભારતીય સેનાના સંયમથી હજારો પાકિસ્તાનીઓના જીવ બચ્યા
પાકિસ્તાન જયારે ડ્રોન હુમલો કરે ત્યારે પોતાની એર સ્પેસને ખોલી નાખે છે. પરંતુ ભારતે વળતા પ્રહારમાં સંયમ રાખ્યો છે, નહીં તો હજારો લોકોના જીવ જોખમમાં મુકાઈ જાત.

પાકિસ્તાની સેનાએ જે કર્યું, તે માત્ર ઉશ્કેરણીજનક કાર્યવાહી નહોતી. આ આંતરરાષ્ટ્રીય નિયમોને માનવાધિકારોના લીરેલીરા કરતો હુમલો કર્યો હતો અને આ ખતરનાક ષડયંત્ર પાછળ પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરનું મગજ હતું. પરંતુ ભારતે માત્ર પોતાની જમીન જ નહીં, પાકિસ્તાનના હજારો નાગરિકોનો જીવ પણ ભારતીય સેનાની સૂઝબૂઝથી બચી ગયો હતો. પાકિસ્તાન જે સમયે ડ્રોન હુમલો કરે છે, તે સમયે પોતાની એર સ્પેસને ખોલી નાખે છે. પરંતુ ભારતે વળતા પ્રહારમાં સંયમ રાખ્યો છે, નહીં તો હજારો લોકોના જીવ જોખમમાં મુકાઈ જાત.
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહના જણાવ્યા મુજબ, પાકિસ્તાને જાણીજોઈને પોતાના નાગરિક વિમાનોને ઢાલ તરીકે ઉપયોગ કર્યો. 7 મેની રાતે 8:30 વાગ્યે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી હુમલો શરૂ કર્યો, ત્યારે તેણે પોતાના એરસ્પેસને બંધ ન કર્યો. કરાચીથી લાહોર સુધીની નાગરિક ફ્લાઇટ્સ ભારતીય સીમા પાસેથી પસાર થઈ રહી હતી. ભારતે હાઇ અલર્ટ પર એર ડિફેન્સ સિસ્ટમ ચાલુ કરી, પરંતુ કોઈ પણ નાગરિક વિમાનને નુકસાન ન થાય, તેનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું. ભારતીય વાયુસેનાએ અદભુત સંયમ બતાવ્યો, નહીં તો આજે સેંકડો પાકિસ્તાની નાગરિકો મરી ગયા હોત. પાકિસ્તાને આ જ હરકત 9 મેની રાતે ડ્રોન હુમલા દરમિયાન પણ કરી.
ભારતીય રક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાને લેહથી લઈને સાયર ક્રીક સુધી 36 સ્થળોએ 300 થી 400 ડ્રોન મોકલ્યા. આમાંના મોટાભાગના ડ્રોન સૈન્ય સ્થાપનાઓને નિશાન બનાવવા માટે મોકલવામાં આવ્યા હતા. ભારતીય દળોએ ઘણા ડ્રોનને તોડી પાડ્યા. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આમાંના ઘણા ડ્રોન તુર્કીના અસિસગાર્ડ સોંગર મોડલના હતા. તેમનો હેતુ ભારતીય એર ડિફેન્સની નબળાઈ શોધવી અને ગુપ્ત માહિતી મેળવવી હતો.
વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ પાકિસ્તાનના ખોટા દાવાઓને નકારી કાઢતા કહ્યું કે, "પાકિસ્તાન ખોટા દાવા કરી રહ્યું છે કે ભારત પોતાના જ શહેરો પર હુમલો કરી રહ્યું છે." એટલું જ નહીં, પાકિસ્તાને આ સુધી જુઠાણું ફેલાવ્યું કે, ભારતે નનકાના સાહિબ ગુરુદ્વારાને ડ્રોનથી નિશાન બનાવ્યું, જે સંપૂર્ણપણે ખોટું અને સાંપ્રદાયિક તણાવ ફેલાવવાનું ષડયંત્ર છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
