<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th May 2025

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધતા સોનાના ભાવમાં અફરાતફરી : દિલ્હીમાં વધ્યા તો અમદાવાદમાં થયો ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ઔંસદીઠ ભાવ 22.37 ડોલર વધી 3,32.09 ડોલર થયો. જ્યારે હાજર ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.23 ટકા વધી 32.54 ડોલર થયો

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચિંતા વધતા સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 480 વધીને રૂપિયા 99,730 થયા છે, તેમ ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશને માહિતી આપી હતી.

દિલ્હી ખાતે સ્ટાન્ડર્ડ સોનુ (99.5)નો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 480 વધી રૂપિયા 99,280 થયા છે. વ્યાપરને લઈ કંઈક હસ્તક ચિંતા હળવી થતા સોનાના ભાવમાં નરમાઈ જોવા મળતી હતી. જોકે ભારત-પાકિસ્તાન વચ્ચે ચિંતા વધતા સોનામાં ફરી સુધારો જોવા મળી રહ્યો છે. દિલ્હી ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 200 વધી 98,400 થયા છે.

દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ઔંસદીઠ ભાવ 22.37 ડોલર વધી 3,32.09 ડોલર થયો છે. જ્યારે હાજર ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.23 ટકા વધી 32.54 ડોલર થયો છે.

અમદાવાદ ખાતે શુદ્ધ સોનુ (99.9) 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 600 ગગડી રૂપિયા 99,400 જ્યારે સ્ટાન્ડર્ડ સોનુ (99.5) રૂપિયા 600 ઘટી રૂપિયા 99,100 રહ્યા હતા.

(11:26 PM IST)